ઇડર..પ્રતાપગઢ સાબલી ગામે ભેલાણ કરતી ગાયો ભેસોને ખેતરમાંથી કાઢી મુકતા ફરિયાદ નોધાઇ

0
6

પોલીસ ફરિયાદ દ્વારા મળતી માહિતી મુજબ ઇડર તાલુકાના પ્રતાપગઢ સાબલી ગામની જરીનાબેન રફીકભાઇ ઇસ્માઇલભાઇ મનસુરી એ જાદર પોલીસ સ્ટેશને ફરિયાદ નોધાવેલ કે રફીકભાઇ કરીમભાઇ મનસુરીના ખેતરમાં હાજીભાઇ કરીમભાઇ મનસુરી ની ભેસો તથા ગાયો ભેલાણ કરતી હોવાથી રફીકભાઇએ ગાયો તથા ભેસોને ખેતરમાંથી બહાર કાંઢી નજીકમાં ખરાબામા મુકી આવતા હાજીભાઇ મનસુરીએ રફીકભાઇને મા-બેન સામે ગાળો બોલી મારા ઢોરો છે તારૂ શુ જાય છે તેમ કહી ઉશ્કેરાઇ જઇ ગડદાપાટુનો માર મારી તથા હાજીભાઇ મનસુરીના ઉપરાડામા અબ્બાસભાઇ મનસુરી, રજાકભાઇ મનસુરી આવી જઇ ફરિયાદી સાથે ઝગડો કરી ગડદાપાટુનો માર મારતા હતા ત્યારે જરીનાબેન છોડાવવા વચ્ચે પડતા હાજીભાઇ મનસુરીએ જરીનાબેનને પકડી લઇ લાફા મારી અબ્બાસભાઇ એ ચોટલો પકડી જરીનાબેનને નીચે પાડી દેતા ત્યારબાદ જરીનાબેન તથા રફીકભાઇ ઘરે આવતા ઇસ્માઇલભાઇ તથા કરીમભાઇ રસુલભાઇ મનસુરી એ હાજીભાઇ મનસુરીને સમજાવવા જતા હાજીભાઇ મનસુરી ઉશ્કેરાઇ જઇ ચક્કુ લઇને મારવા દોડી આવિ કહેવા લાગેલ કે તારા દિકરા રફીકભાઇને હુ જાનથી મારી નાખીશ તેવી ધમકીઓ આપી તથા બીજા દિવસે સાબીરભાઇ તથા સહેનાજબાનુ ઘરે હતા દરમ્યાન તેઓને ફિરોજાબેન, ખુશ્બુબેન,જીન્નતબેન એ મા-બેન સામે ગાળો બોલતા તેઓના ઉપરાડામા રજાકભાઇ લોકંડની પાઇપ લઇ તથા રફીકભાઇ રસુલભાઇ મનસુરી ધારીયુ લઇ તથા ઇકબાલભાઇ હાથમા છરો લઇ અને અબ્બાસભાઇ તથા જાવેદભાઇ હાથમા લાકડીઓ લઇ એકસંપ થઇ સાબીરભાઇ અને શહેનાજબેન ને મારવા આવી જઇ તથા જરીનાબેનના સાસ સાબીરભાઇના ઘરે જતા હતા ત્યારે આરોપીઓએ તેમણે પણ મા-બેનની સામે ગાળો બોલી અબ્બાસભાઇએ જરીનાબેનના ગળામા પહેરેલ દોઢ તોલાનો સોનાનો દોરો ઝુંટવી લેતા જરીનાબેન મનસુરીએ ૯ વિરુદ્ધ ફરિયાદ નોધાવતા જાદર પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. એન.એમ.ચૌધરી એ ૯ વિરુદ્ધ ગુન્હો નોધી કાયૅવાહી હાથ ધરી હતી.
ઇડર…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here