ઇડર પોસ્ટઓફિસ આગળ કાયમી ધોરણે ગંદકી થી હાલાકી

0
13

ઇડર પોસ્ટ ઓફીસ આગળ કાયમી ધોરણે રોડ પર ગટરના પાણી ને લઈ ગંદકી જામેલી રહે છે. આ રોડ પર દવાખાનું પણ આવેલું છે.જેને લઈને પોસ્ટ ઓફીસ કે દવાખાનામાં આવનાર તેમજ રસ્તેથી પસાર થનાર તમામ ને ગંદકી માંથી પસાર થવું પડી રહ્યું છે. આ બાબતે અનેક રજુઆત કરવા છતાં તંત્રની ઘોર બેદરકારી અહીં જોવા મળી રહી છે. હાલના સમયમાં રોગચાળાએ માથું ઊંચક્યું છે.ત્યારે સત્વરે રોડ પર આવતું ગટર નું પાણી રોકી ગંદકી દૂર કરવા માંગ ઊઠવા પામી છે. તંત્ર દ્વારા રસ લઈ કાયમી નિકાલ કરવામાં નહિ આવે તો મોટો રોગચાળો ફેલાવાની દહેશત વર્તાઇ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here