ઇડર પોલીસે રાત્રી દરમ્યાન લુપતા છુપાતા બે ઈસમોને પકડી ગુન્હો નોંધ્યો.

0
5

ઇડર…

ઇડર એસ ટી સ્ટેન્ડ ત્રણ રસ્તા પાસે કોઇ ગુન્હો કરવાના ઇરાદે દુકાનો પાસે લપાતા છુપાતા બે ઇસમોને પોલીસે પકડી ગુન્હો નોધ્યો.

ઇડર પોલીસ સ્ટેશનના હેકો ભુપેન્દ્રસિંહ અને પો.કો આશીષકુમાર સવૅલન્સ સ્કોડના માણસો સાથે ઇડર ટાઉન વિસ્તારમાં નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગમા હતા દરમ્યાન એસ.ટી.સ્ટેન્ડ ત્રણ રસ્તા પાસે આવતા બે ઇસમો રોડની સામે આવેલ દુકાનો પાસે લપાતા છુપાતા જણાતા તે બંને ઇસમોને કોડૅન કરી પકડી નજીકમાથી બે પંચના માણસો બોલાવી પંચો રૂબરૂ તે બંને ઇસમોનુ નામ પુછતા તે બંને ઇસમોએ પોતે પોતાનું નામ નટવરભાઇ પ્રતાપસિંહ ઠાકરડા અને બીજ ઇસમે દિલીપભાઇ પુંજાભાઇ પટેલ બતાવ્યું હતું. બંને રહે. સાપાવાડા, તા. ઇડરના ગભરાયેલ હાલતમાં જણાતા હતા. પોલીસે તે બંને ઇસમોને રાત્રીના સમયે અહિ આવવાનુ અને દુકાનો પાસે સંતાવાનુ કારણ પુછતા તે ઇસમોએ કોઈ સંતોષકારક જવાબ ન આપી ગલ્લા તલ્લા કરતા હતા જેથી પોલીસે તે બંને ઇસમોને કોઈ ગુન્હો કરવાના ઇરાદે દુકાનો પાસે સંતાયેલ હાલતમાં પકડી બંને વિરુદ્ધ જી.પી.એક્ટ કલમ ૧૨૨(સી) મુજબ કાયદેસર રીતે ગુન્હો નોંધી કાર્યવાહી કરી હતી.
ઇડર..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here