ઇડર પોલીસે જુગાર રમાડતા ઇસમને રૂ.9410 ના મુદ્દામાલ સાથે ઝડપ્યો..

0
11

ઇડર પોલીસ સ્ટેશનના હે.કો ભુપેન્દ્રસિંહ પોલીસ સ્ટાફ સાથે ઇડર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમા હતા દરમ્યાન એપોલો સર્કલે થી બાતમી મળી હતી કે અપ્સરા સિનેમા પાસે હનુમાનજી મંદિર સામે આવેલ ખુલ્લી જગ્યામાં કેટલાક માણસો જાહેરમાં વરલી મટકાનો આંકડા લખી પૈસાનો હાર જીતનો જુગાર રમી રમાડે છે .બાતમી આધારે પોલીસે નજીકમાથી બે પંચના માણસો બોલાવી બાતમીવાળી જગ્યાએ રેડ કરતા કલ્પેશભાઇ વિનુભાઇ ભોઇ રહે ઇડરનો રોકડ રકમ રૂ. ૪૧૦ જુગારનુ સાહિત્ય આકડા લખેલ સ્લીપો, બોલપેન, મોબાઇલ ફોન નંગ-૨ કિ.રૂ ૯ હજાર મળી કુલ રૂપિયા ૯,૪૧૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડી કલ્પેશ ભોઈ વિરુદ્ધ જુગારધારા કલમ અનુસાર ગુનો નોંધી કાયદેસર ની કાયૅવાહી હાથ ધરી હતી.

ઇડર…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here