ઇડર પોલીસે ગુમ થયેલ સગીર ને ગણતરી ના કલાકો માં શોધી કાઢી માતા-પિતાને સોંપ્યો..

0
7

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ઇડરના જવાનપુરા વિસ્તારમાં રહેતા હિતેશસિંહ નવલસિંહ રાઠોડ નો દીકરો પ્રેમલ ઉર્ફે ભોલો હિતેશસિંહ રાઠોડ તા. ૨૭-૯-૨૧ ના રોજ પોતાના ઘરેથી સમોસા લેવા જવાનું કહી નીકળી ગયો હતો. અને મોડે સુધી ઘરે ન પહોંચતા ગુમ થનાર પ્રેમલ ના પિતા હિતેશસિહ રાઠોડે ઇડર પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા ઇન્ચાજૅ પોલીસ ઇન્સ્પેક્ટર સી.એમ.ગમાર તથા ઇડર પો.સ.ઇ એન.આર.ઉમટ દ્વારા સૂચના આપી ઇડર પોલીસ સ્ટેશનના હે.કો. હિરણસિંહ તથા હે.કો મેહુલકુમાર, પો.કો જયંતીભાઇ, પો.કો વિમલકુમાર, પો.કો પ્રકાશકુમાર ની અલગ-અલગ ટીમો બનાવી ઇડર વિસ્તારમાં શોધખોળ કરવામાં આવી હતી.જે દરમ્યાન ગુમ થનાર પ્રેમલ રાઠોડ ઇડરના વિજય માકૅટની અંદર આવેલ દુકાનો આગળ ગભરાયેલ હાલતમાં મળી આવ્યો હતો. પ્રેમલ ને ઇડર પોલીસ સ્ટેશન લાવી ગુમ થવા અંગે પુછતાછ કરતાં બાળકે જણાવ્યુ હતું કે પોતાને સ્કુલમાં જવા નવી સાયકલ લાવવી હતી પરંતુ પિતા દ્વારા સાયકલ ન લાવી આપતા રીસાઇને સમોસા લેવા જવાનુ કહિ ઘરેથી નીકળી ગયો હોવાનું જણાવ્યું હતું. ઇડર પોલીસે બાળકને ગણતરીના કલાકોમા શોધી કાઢી બાળકના માતા પીતાને પોલીસ સ્ટેશન બોલાવી સગીર બાળકને તેના માતા-પિતાને પરત સોપી સુંદર અને પ્રશંસનીય કામગીરી કરી હતી.
ઇડર..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here