ઇડર પથિક પેટ્રોલ પમ્પ પર CNG ગેસ પુરાવવા બાબતે માર મરતાં ફરિયાદ

0
12

ઇડર…

ભીલોડા ત્રણ રસ્તા પાસે આવેલ પેટ્રોલ પંપે ગેસ પુરાવા આવેલ યુવકને ત્રણ અજાણ્યા ઇસમોએ માર મારતા ફરિયાદ નોધાઇ

ઇડર શહેરમાં ભીલોડા ત્રણ રસ્તા પાસે આવેલ પથીક પેટ્રોલ પંપ પર તા ૨૮-૧૧-૨૧ ના રોજ વડાલી તાલુકાના ડોભાડા ગામના ભુપેન્દ્રસિંહ અરવિંદસિંહ વાઘેલા પોતાની એસેન્ટ કાર લઇ સીએનજી ગેસ પુરાવા લાઇનમા ઉભા હતા ત્યારે ગેસ પંપના કમૅચારીએ તેઓને બીજી લાઇનમા ઉભી રાખવા જણાવતા ફરિયાદી ભુપેન્દ્રસિંહે પોતાની ગાડી બીજી લાઇનમા ઉભી કરતા તે દરમ્યાન પ્રથમ લાઇનમા ઉભી રહેલ ઇકો ગાડીમાથી ત્રણ અજાણ્યા ઇસમો ઉતરી જેમાના એક ઇસમે ફરિયાદીની ગાડીના ડ્રાઇવર સાઇડ પર આવી ફરિયાદીને કહેલ કે તુ તારી ગાડી કેમ આગળ લાવી ઉભી કરી દીધી છ તેમ કહી એકદમ ઉશ્કેરાઇ જઇ એક ઇસમે ડ્રાઇવર સાઇડનો દરવાજો દબાવી રાખી અને બીજા ઇસમે જપાજપી કરી મા બેન સામે ગાળો બોલી શટૅ ફાડી નાખી ફેટો મારી ફરિયાદીને કરણસિંહ નામના યુવક બચાવવા જતા ત્રીજા ઇસમે રોકી રાખી ફરિયાદી મારમારવામા આવી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ફરાર થઇ જતા ઇડર પોલીસ સ્ટેશને ત્રણ અજાણ્યા ઇસમો વિરુદ્ધ આજરોજ ફરિયાદ નોધાવતા ઇડર પોલીસ સ્ટેશનમાં ત્રણ વિરુદ્ધ ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી.

ઇડર…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here