ઇડર પંથક માં મહિલાઓ દ્વારા શીતળાસાતમ ના પર્વ ની ઉજવણી કરવામાં આવી.

0
23

ઇડર તાલુકામાં આવેલા બડોલી ,બુઢીયા,કાનપુર, સદાતપુરા, મોહનપુરા ની સાથે ઇડર શહેર માં રવીવાર ને 29 ઑગસ્ટ ના રોજ મહિલા ઓ દ્વારા શીતળામાતા ના મંદિરે જઇ કંકુ રોળવા માં આવ્યું હતું .તેમજ પાણી ના ગડા ભરી શીતળા માતાજીને ટાઢોળી ચડાવી પૂજા અર્ચના કરવા માં આવી હતી. ત્યારબાદ મહિલાઓ દ્વારા શીતળા માતા ની વાર્તા સાંભળી હતી.

શીતળા સાતમ નિમિત્તે મહિલાઓ દ્વારા પોતાના ઘરે ચૂલા સળગાવ્યા વિના આગલા દિવસે રાંધેલુ ઠંડું ભોજન જમવામાં આવ્યું હતું. બડોલી ગામે (મઢી) મહાકાળી મંદિર ના પૂજારી કિન્તેશગીરી ગોસ્વામી એ જણાવ્યું હતું કે શીતળા માતાજીની મૂર્તિની1941 માં સ્થાપના કરાઈ હતી.શીતળા સાતમે ગામની મહિલાઓ મોટી સંખ્યામાં માતાજીની પૂજા કરી પોતાના બાળકોના લાંબા અને નિરોગી આયુષ્ય ની પ્રાર્થના કરે છે.બડોલી નદી કિનારે આવેલ શીતળા માતાજી મંદિરે દેવીપૂજક સમાજની મહિલાઓ દ્વારા માતાજીની પૂજા અર્ચના કરી ભજન કરાયા હતા.આ પ્રસંગે માતાજીના દર્શને સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.ઇડર..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here