ઇડર ના લાલપુર અને મોહનપુરા પાટિયે આવેલ દુકાનો આગળથી લોખંડના સરસામાનની ચોરી …

0
8

ઇડર ભિલોડા હાઇવે રોડ પર આવેલ મોહનપુરા કોર્ટની આગળ મોટા વાહનો ના મશીન રીપેરીંગ કરતી મહાવીર એન્જીનીયરીંગ વર્કર્સ નામની દુકાન આગળ તા. ૨૭-૯-૨૧ ના રોજ ખુલ્લામાં મૂકી રાખેલ પથ્થર તોડવાના મશીનના લોખંડના સ્પેરપાટૅ નંગ-૪ તથા લોખંડની એંગલ નંગ-૧, લોખંડની પ્લેટ નંગ-૩, લોખંડની પાઇપ ૩, તથા અન્‍ય પરચુરણ લોખંડ જેની કિ.રૂ. ૩૫ હજાર તથા લાલપુર ગામે બસ સ્ટેશન પાસે આવેલ પંચાલ કનુભાઇ અંબાલાલ વેલ્ડીંગ વર્કર્સ નામની પતરાની દુકાનનું દરવાજાનુ તાળુ તોડી લોખંડના સરસામાનની ચોરી થવા પામી હતી.cctv ફુટેજના આધારે કોઇ અજાણ્યા ચોર ઇસમોએ સફેદ ડાલામા આવી લોખંડના સર સામાનની ચોરી કરી ફરાર થઇ જતા જેઓની કોઈ ઓળખ ન થતા ઇડરના શ્રીનગર વિસ્તારમાં રહેતા મનોહરલાલ લોગરજી મેગવાલે ઇડર પોલીસ સ્ટેશને આ અંગેની ફરિયાદ નોધાવતા ઇડર પોલીસે બન્ને જગ્યાએ સ્થળ તપાસ કરી અજાણ્યા ચોર ઇસમો વિરુદ્ધ ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી.
ઇડર..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here