ઇડર ના માથાસુર ગામે થી બાઇક ચોરાયું..

0
13

માથાસુર ગામે ઘર આગળ ઓરડી પાસે મુકેલ મોટરસાયકલ ચોરાતા ફરિયાદ કરાઇ..

ઇડર તાલુકાના માથાસુર ગામે તા. ૩-૧-૨૨ ને રાત્રીના સમયે પલકચંન્દ્ર હસમુખલાલ પટેલ ની હિરો હોન્ડા એચ.એફ.ડિલક્સ મોટરસાયકલ નં GJ 09 CM 0998 કિ.રૂ ૧૫ હજાર ની ઘર બહાર બનાવેલ ઓરડીની પાસે પાકૅ કરી મુકેલ હતી.સવારે બાઇક ના દેખતા આજુબાજુ તેમજ મિત્ર વર્તુરમાં તપાસ કર્યા બાદ બાઇક ન મળતા કોઇ ચોર ઇસમ મોટરસાયકલ ચોરી કરી લઇ ગયા નું માલુમ પડતા પલકચંદ્ર હસમુખલાલ પટેલે ઇડર પોલીસ સ્ટેશન મથકે પોતાની મોટરસાયકલ ચોરી થયાની ફરિયાદ નોંધાવી હતી. ઇડર પોલીસ સ્ટેશનના પો.સ.ઇ એન.આર.ઉમટે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી હતી.ઉલ્લેખનીય છે કે ઇડર તાલુકા માં બાઇક ચોરીના અનેક બનાવો બની રહ્યા છે. જ્યારે પોલીસ ફક્ત ફરિયાદ નોંધી વાહન માલિકો ને આશ્વાસન આપી રહી હોય એવું લાગી રહ્યું છે.

ઇડર..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here