ઇડર ના ભૂતિયા ગામે મોટિવેશન સેમિનાર કાર્યક્રમ યોજાયો.

0
5

ઇડર તાલુકાના ભૂતિયા ગામે સોમવાર ની રાત્રે ગણેશ મંડળ યુવકો દ્વારા પટેલ સમાજવાડી ખાતે એક મોટી વેસન સેમિનાર નું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ માં મોટિવેશનલ પ્રખ્યાત સ્પીકર સંજય રાવલ રહ્યા હતા.કોરોના ને લઈને હાલના સમયમાં સરકાર દ્વારા નવી ગાઈડ લાઈન નિયમ મુજબ થોડી છૂટછાટ અને પ્રોગ્રામ ની મંજૂરી આપવામાં આવી છે.

ત્યારે ઇડર તાલુકાના ભૂતિયા ગામે મોટી સંખ્યામાં લોકોની હાજરી સાથે કાર્યક્રમ નું આયોજન કરાયું હતું. સંજય રાવલ ને સંભળવા ભૂતિયા ગામના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જ્યારે સંજય રાવલ દ્વારા પોતાની સ્પષ્ટ અને ચોખ્ખા બોલી ભાષા માં અલગ અલગ વિષયો પર પોતાની સ્પીચ આપી લોકોને સુંદર મોટીવેસન પૂરું પાડ્યું હતું. જેમાં પોતાના સંદેશ માં લોકોને પરિવાર સાથે હમેશાં જોડેલા અને ભેગા રહેવા બાબત જણાવી હતી. કોરોના કાળમાં હમેશા નિરાશ થયા વિના નેગેટિવ સોચવિચાર દૂર કરી ઈશ્વર પર શ્રદ્ધા રાખો આપણું ધાર્યું કંઈ નથી થતું જે કંઈ પણ છે તે ઈશ્વર ની કૃપા છે.માટે ગમે તે પરિસ્થિતિ માં પણ હિંમત રાખી સામનો કરો કામયાબ જરૂર થવાશે. જીવન અમૂલ્ય છે. તેને જીવવા ના વિચારોનું સુંદર ઉદાહરણ સાથે સમજ આપી હતી.કાર્યક્રમ ના અંતે ગણેશ મંડળ દ્વારા શાલ ઓઢાડી સન્માન કરાયું હતું. સાથે સાથે કાર્યક્રમ માં ઇડર પોલીસ સ્ટાફદ્વારા ખડે પગે સેવા બજાવવા બદલ ઇડર પી.એસ.આઈ.ચૌધરીનું પણ સાલ ઓઢાડી સન્માન કર્યું હતું. મોટા શહેરોમાં કોન્ફરન્સ હોલમાં યોજાતા કાર્યક્રમ ની જગ્યાએ સાબરકાંઠા જિલ્લાના એક નાનકડા ગામમાં પરિવાર ના તમામ સભ્યો સાથે બેસીને એક સંસ્કૃતિક બાબતની સ્પીચ દ્વારા સંજય રાવલે લોકોને હાસ્ય સાથે હળવા બનાવ્યા હતા. ગ્રામ જનો ની સાથે સંજય રાવલે પણ આ બાબતે આનંદ વ્યક્ત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here