ઇડર ના બડોલી માં સંસ્કાર સંપદા સન્માન સમારોહ યોજાયો..

0
6

દેહગોળ કડવા પાટીદાર સમાજ પૂર્વ વિભાગ દ્વારા રજીસ્ટ્રેશન લગ્ન કરનાર દીકરા દીકરી ને 50-50 હજારના ચેક વિતરણ કરાયા

આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ ઉપસ્થિત રહ્યાં. અને બડોલી ગ્રામજનો ની csc સેન્ટર ની માંગ ને પૂર્ણ કરવા હૈયા ધારણા આપી હતી..

ઇડર તાલુકાના બડોલી ગામ માં આવેલ પટેલ સમાજવાડી માં 9 ઓક્ટોબર ને શનિવાર ના રોજ કડવાપાટીદાર સમાજ ના કોરોના કાર માં રજીસ્ટર કરી સાદગી થી લગ્ન કરનાર યુગલે સમાજ માટે નવી પહેલ કરેલ ની શરૂઆત કરી છે.તેમના આ કાર્ય ને બિરદાવતા દેહ ગોળ કડવા પાટીદાર સમાજ દ્વારા નવદંપતી ને સન્માનીત કરવા માં આવ્યા હતા. આ પ્રસંગે રાજુલબેન દેસાઈ( સદસ્ય મહિલા આયોગ ભારત સરકાર )હાજર રહ્યા હતા.સમારંભ ના અધ્યક્ષ આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ,દીપ પ્રાગટય ઇડર વડાલી ધારાસભ્ય હિતુભાઈ કનોડિયા , ઉદ્ઘઘાટક કૌશલ્ય કુંવરબા પરમાર, હિતેશભાઈ પટેલ સહિત મહેમાનો ઉપસ્થિત રહી પ્રસંગોપાત પ્રવચન કર્યું હતું.આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ દ્વારા બડોલી ગામે csc સેન્ટરની મંજૂરી આપવાની હૈયાધરણા અપાઈ હતી.જેને હાજર સૌ કોઈએ વધાવી હતી.

      આ પ્રસંગે રજીસ્ટ્રેશન લગ્ન કરનાર દીકરા અને દીકરી બંનેને દાતા તરીકે દેહ ગોળ કડવા પાટીદાર સમાજ પૂર્વ વિભાગ ના પ્રમુખ અને  સાબરકાંઠા જિલ્લા દિવેલા સંઘ ના ચેરમેન અશોકભાઈ રેવભાઈ પટેલ લાલપુર (બ) દ્વારા પચાસ પચાસ હજાર રૂપિયાના ચેક આપવામાં આવ્યા હતા .જે બદલ સમાજ દ્વારા અશોકભાઈ પટેલનું વિશિષ્ટ સન્માન કરાયું હતું.

  સમગ્ર આયોજન દેહ ગોળ કડવા પાટીદાર સમાજ પૂર્વ વિભાગ ના પ્રમુખ ધુરાભાઈ એમ.પટેલ, ઉપ પ્રમુખ વસંતભાઈ એ. મંત્રી ,મુકેશભાઈ એમ.પટેલ, સહમંત્રી,ભીખાભાઇ કે.પટેલ ની સાથે કારોબારી સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમાજના નવ યુગલો સહિત સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

ઇડર….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here