ઇડર ના ગોલવાડા ગામે ધુણીયુ તળાવ જવાના રસ્તા વચ્ચોવચ્ચ પાઇપલાઈન નાંખતા રહીશો પરેશાન

0
7


પાણીનો ટાંકો બનાવ્યો નથી અને બે મહિના થી પાઇપ લાઈન નાંખવા રસ્તો ગોડી નાખ્યો છે.

ખરાબ રસ્તાને લઈ 2કિ.મીટર ની જગ્યાએ 6 કિ.મીટર ફરીને દૂધ ભરાવવા જવું પડી રહ્યું છે.

ઈડર તાલુકાના ગોલવાડા ગામેં ધુણીયુ તળાવ જવાના કાચા રસ્તાની વચ્ચોવચ કોન્ટ્રાક્ટર દ્વારા પાણીની પાઇપલાઈન નાંખવા રસ્તો ગોડી નાંખતા ખેતરમાં રહેતા 30 થી વધુ સ્થાનિક પરિવારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે .

    ગ્રામ જનો દ્વારા મળતી માહિતી મુજબ   કોન્ટ્રાક્ટર દ્વારા રસ્તા માં 3 ફુટથી ઉન્ડા ખાડા  ખોડવામાં આવ્યા હતા .પરંતુ તે હજુ સુધી પૂરવામાં આવ્યા નથી.જેને લઈને વરસાદમાં પાણી ભરાતા અજાણ્યા લોકો ખાડામાં પડવાના બનાવો બની રહ્યા છે.

જ્યારે હજુ પાઇપ લાઈન માંથી પાણી આવવાનલ નું કાંઈ ઠેકાણું નથી. કારણકે હુજુ સુધી પાણીનો ટાંકો પણ બનાવવામાં આવ્યો નથી. અને બે મહિના પહેલાથી લાઈન માટે રસ્તો ગોડી દેવાયો છે. જેને લઈને દૂધ ભરાવવા માટે બે કિલોમીટર ના અંતરની જગ્યાએ છ કિલોમીટર ફળી ને જવું પડી રહ્યું છે. આ બાબતે કોન્ટ્રાક્ટર ને અનેક વખત રજુઆત કરાઈ છે. પણ કોઈ કામ કરાતું નથી.
અગાઉ 2020 માં ઘર દીઠ ફાળો ઉઘરાવી રસ્તાનું કામકાજ કરાયું હતું. જ્યારે હાલમાં કોન્ટ્રાકટરની બેદરકારીના કારણે રસ્તાની હાલત ખરાબ થઈ ગઈ છે.
સત્વરે ખાડા પુરી રસ્તા યોગ્ય કરાય તેવી ગોલવાડા ગ્રામ જનોની માંગ ઉઠવા પામી છે. જો તાત્કાલિક ધોરણે યોગ્ય નિકાલ નહિ કરાય તો તમામ ગ્રામ જનો દ્વારા ઇડર પ્રાંત કલેક્ટર ને આવેદન પણ આપવા ની તૈયારી દર્શાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here