ઇડર ના કુવાવા ગામેસાયાજી રાજકવિ ની 446 જન્મ જયતી ઉજવામાં આવી

0
8

ઇડર..

આજે પણ શ્રીનાથજીમાં કવિ દ્વારા અર્પણકરેલ 14 સેરનો સોનાનો થાર છે. આજે પણ શ્રીનાથજી માં ભગવાન ને એજ સોનાના થાર માં થાર ધરાવે છે

ઈડર ગઢ ના સ્ટેટ વખત સાયાજી ઝૂલા રાજ કવિ હતા.
સાયાજી જુલા ની 446 જન્મ જયંતિ 1 ઓક્ટોમ્બર ના રોજ ઉજવવા માં આવી હતી ત્યારે મોટી સંખ્યા માં કુવાવા માં લોકો ઉપસ્થિત રહ્યાહતા.
સાયાજી જુલા ની માહિતી એવી છે કે આ સાયાજી ઝૂલા ઈડર ગઢ ના દરબાર ના રાજ કવિ હતા અને આ રાજકવિ દ્વારા વષો પહેલા દ્વારકા મંદિર માં એકવખત આરતી વખતે ભગવાન શ્રી કૃષ્ણ ના વાગા સળગ્યાહતા એ વખતે આ સાયાજી ઝૂલા રાજ કવિ ઈડર ગઢ માં બેઠયા બેઠયા દ્વારકા માં ભગવાન શ્રી કૃષ્ણ ના વાઘા ઓલવ્યા હતા .
એ સમય ઈડર ગઢ ના રાજા કલ્યાણમલજી ના દરબાર દ્વારા પૂછવા માં આવ્યું હતું કે તમારા હાથ કેમ કાળા છે તો રાજ કવિ એ જણાવ્યું હતું કે દ્વારકા માં શ્રી કૃષ્ણ ભગવાન ના વાગા સળગ્યા હતા તે મેં હોલવ્યા એટલે મારા હાથ કાળા પડેલ છે ત્યારે ઈડર ગઢ દરબાર ને આ વાત ની તપાસ કરવા દ્વારકા મોકલ્યા હતા ત્યાં જઈ ત્યાંના લોકો ને પૂછ્યું તો તેવો એ જણાવ્યું કે આ સાયાજી તો કાયમી આરતી વખતે દ્રારકા માં હોય છે. આ વાત સાંભળીને અચંપા માં આવી ગયા હતા.
ભગવાન શ્રી કૃષ્ણ કવિ ને જ્યારે પ્રશન થયી કયું કે હું રાજ કવિ તમને ભેટ આપવા માંગુ છુ ત્યારે રાજકવિ એ ના પાડી ભગવાન તમારા દર્શન થયા ને એ મારી ભેટ છે હવે શુ ભેટ લેવાની . ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ ને સોનુ અને મહોર ભરીને સોઢણી મોકલી હતી ઈડર તાલુકા ના કુવાવા ગામે ત્યારે આ સોઢણી ઓટા ફેરા મારતી હતી ત્યારે રાજ કવિ ને સપનું આપ્યું અને જણાવ્યુ કે આ સોઢણી ના ગળા માં એક ચીઠી છે તે વાંચો ત્યારે રાજ કવિ ને ખબર પડી કે ભગવાન ને દ્વારકા થી આ સોઢણી મોકલી છે ભગવાન ને આપેલી ભેટ માં થી આ કુવાવા ગામે મોટો કિલ્લો બનાવા માં આવ્યો હતો અને આ ગામમાં સોઢ કુવો છે અને સોઢણી નો પગ અત્યારે છે અને તેમાંથી બાકીની સોના મહોરો શામળાજી મંદિર માં આપી હતી અને પછી એકલનગજી માં આપી હતી અને વધેલ શ્રીનાજીમાં આપી હતી આજે પણ શ્રીનાથજીમાં કવિ દ્વારા અર્પણકરેલ 14 સેરનો સોનાનો થાર છે. આજે પણ શ્રીનાથજી માં ભગવાન ને એજ સોનાના થાર માં થાર ધરાવે છે
આજે એ સાયાજી રાજકવિ ને કુવાવા ગામે 446 જન્મ જયતી ઉજવામાં આવી હતી અને કુવાવા ગામે ઝૂલા પરિવાર આશીર્વાદ આપેલા છે અને આજે પણ આ કુવાવા ગામે ઉચ્ચ શિક્ષિત છે.
ઇડર..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here