ઇડર તાલુકાના ભદ્રેસર ગામના રાજેશકુમાર શાંતીલાલ પંડ્યા ખેડ તસીયા રોડ ઉપર આવેલ દેવાસણ પાટીયા પાસે તા ૧૯ સપ્ટેમ્બર ૨૦૨૧ ના રોજ કર્મકાંડ તથા જ્યોતિષ નું કામ પતાવી પરત આવતા ભદ્રેસર ગામ પાસે આવેલ દેવાસણ ની સીમમાં પોતાનું મોટરસાયકલ GJ 09 AB 0515 સ્લીપ થઇ જતા રાજેશકુમાર પંડ્યા ને શરીરે ગંભીર ઇજાઓ થઇ ઘાયલ થતા આજુબાજુના લોકો દોડી આવી રાજેશકુમાર પંડ્યા ને ૧૦૮ મારફતે સિવિલ ખાતે લઇ જતા મરણ થયુ હતું .આ અંગેની ફરિયાદ ધાર્મિક પંડ્યા દ્વારા જાદર પોલીસ સ્ટેશને નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.