ઇડર દિવેલા સંઘ ખાતે વ્યવસ્થપાક કમિટી ની મિટિંગ યોજાઈ.

0
22

ઇડરના દિવેલા સંઘ ખાતે ગુજરાત સ્ટેટ ફ્રુટ એન્ડ વેજીટેબલ પ્રોસેસિંગ માર્કેટિંગ કો-ઓપરેટીવ ફેડરેશનની ત્રીજી વ્યવસ્થાપક કમિટીની મીટીંગ યોજાઇ આજરોજ તા 4 સપ્ટેમ્બર 2021 ને શનિવારના રોજ ઇડર તાલુકા દિવેલા સંઘના પરિસરમાં ખેમાભાઈ હીરાભાઈ પટેલ ભવન ખાતે ગુજરાત સ્ટેટ ફ્રુટ એન્ડ વેજીટેબલ પ્રોસેસિંગ માર્કેટિંગ કો-ઓપરેટીવ ફેડરેશન તૃતીય વ્યવસ્થાપક કમિટીની મીટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં સાબરકાંઠા જિલ્લાના સાંસદ દિપસિંહ રાઠોડ પૂર્વ ધારાસભ્ય રમણલાલ વોરા ગુજરાત ટુડે વેજીટેબલ માર્કેટીંગ ફેડરેશન લિમિટેડના ચેરમેન સતીષભાઇ પટેલ વાઇસ ચેરમેન અરજણભાઈ ભુતીયા માનદમંત્રી રેખાબેન ચૌધરી ગુજરાત સ્ટેટ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન ના ચેરમેન શામળભાઇ પટેલ ખેતી વિકાસ બેન્કના ચેરમેન ફલજીભાઈ પટેલ તથા તમામ ડિરેક્ટરીઓ હાજર રહ્યા હતા. આ મિટિંગમાં સફળ સંચાલન સંસ્થાના સીઈઓ પ્રકાશ કુમાર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં જેમાં સંસ્થાના અહેવાલ રજૂ કરવામાં આવ્યા હતા અને ખેતી અને સહકાર ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરવા માટે ખેમાભાઈ હીરાભાઈ પટેલ સહકારથી સમૃદ્ધિ ના એવોર્ડનું પ્રયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત ના જિલ્લા અને મુખ્ય મથકોએ દવા ખાતર બિયારણ ના વિતરણની ફળ અને શાકભાજીના ખરીદી અને વેચાણ માટે ની વ્યવસ્થા કરવા ચર્ચા વિચારણા કરવામાં આવી સહકાર મંત્રાલયની રચના કરવા માટે માનનીય વડાપ્રધાન ગુજરાતના પનોતા પુત્ર એવા શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો અને કૃષિ અને બાગાયત ક્ષેત્રે વધુ વિકાસ થાય તે માટે ગહન ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.ઇડર…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here