ઇડર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ધારાસભ્યને આવેદનપત્ર અપાયું.

0
10

ઇડર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા નવી પેન્શન યોજના બંધ કરી જૂની પેન્શન યોજના ચાલુ રાખવા ઇડર વડાલી ધારાસભ્ય હિતુ કનોડિયા ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
1 એપ્રિલ 2005 થી નવી પેન્શન યોજનાનો અમલ કરવામાં આવી રહ્યો છે.જ્યારે 1 એપ્રિલ 2005 પહેલા જોડાયેલા શિક્ષકો જૂની પેન્શન યોજના મેળવવા હકદાર છે. જ્યારે આ જ લાભ નવા જોડાયેલા શિક્ષકો ને મળવા પાત્ર થાય તે જરૂરી છે .કેમકે 30 થી 35 વર્ષ નોકરી પૂર્ણ કરી નિવૃત્ત થયા બાદ શિક્ષક ને નજીવી રકમ પેન્શન રૂપે મળે છે. ત્યારે પરિવારનું ગુજરાન ચલાવવું ખૂબ મુશ્કેલ બની જાય છે. જેને લઈ સરકાર સુધી અવાજ પહોંચાડવા ધારા સભ્ય હિતુ કનોડિયા ને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી.આ પ્રસંગે મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યાં હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here