ઇડર તાલુકા ખાતે ઓમિક્રોન નો પ્રથમ કેસ નોંધાયો.

0
26

સાબરકાંઠા…ઇડર

પ્રથમ કેસ નોંધાતા જ તંત્ર હરકતમાં આવ્યું

સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકા માં કેનેડા થી આવેલી મહીલા નો રીપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હોઇ મહીલા પોતાના ધરે હોમ કોરન્ટાઈન કરાઈ હતી.જ્યારે આજરોજ મહિલા નો ઓમિક્રોંન રીપોર્ટ પોઝીટીવ આવતા જિલ્લા અને તાલુકા નું આરોગ્ય વિભાગ દોડતું થયું છે…

ઇડર તાલુકા નાં ભદ્રેસર ગામ માં કેનેડા થી આવેલી મહીલા ને હોમ કોરન્ટાઈન કરવમાં આવી હતી. મહીલા નો રીપોર્ટ ઓમિક્રોંન પોઝીટીવ આવતા મહીલા ને સારવાર અર્થે હિમતનગર સિવિલ હૉસ્પિટલ ખાતે ઓમિક્રોંન વૉર્ડ માં દાખલ કરવામાં આવી છે. ત્યારે મહિલા નાં સંપર્ક મા આવેલી અન્ય બે મહિલા નો રીપોર્ટ કોરોના પોઝિટિવ આવતાં બે મહીલા નાં સેમ્પલ પણ ઓમિક્રોંન ટેસ્ટ માટે મોકલી આપવામાં આવ્યા છે. ત્યારે ઓમિક્રોંન પોઝિટિવ આવેલ મહીલા કોરોના પોઝિટિવ હોવાને લઈ ત્રણ દિવસ થી ધરેજ હોમ કોરન્ટાઈન હતી. મહીલા નો ઓમિક્રોંન રીપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગ હરકત માં આવ્યું છે.જ્યારે ઇડર તાલુકામાં ઓમિક્રોન નો પ્રથમ કેસ નોંધાતા હડકમ્પ મચી જવા પામ્યો છે. ઓમિક્રોન ના પગ પેસડા ને લઈ લોકોએ પોતે સતર્ક રહેવા બનાસ ગૌરવ ન્યુઝ અપીલ કરી રહ્યું છે.

ઇડર…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here