ઇડર તાલુકામાં આવેલા બડોલી, લાલપુર, કાનપુર, મોહનપુરા,કુકડીયા, ચિત્રોડા જેવા તમામ ગામો માં રવિવાર ના રોજ આનંદ ચૌદશ ના દિવસે ગણેશ વિસર્જન કાર્યક્રમ યોજાયો હતો . બડોલી ગામે પટેલ સમાજ ,વણકર સમાજ તેમજ બંધ વિસ્તારમાં શોભાયાત્રા સાથે ગણેશ વિસર્જન કરાયું હતું.ગત વર્ષે કોરોના કારણે ગણેશ મહોત્સવ સાદગી પૂર્વક ઉજવાયો હતો. પરંતુ આ વર્ષે સરકાર દ્વારા કોરોના ની ગાઈડ લાઈન સાથે ડી. જે. અને બેન્ડ વાજા ની મંજૂરી આપવામાં આવી છે. ત્યારે ગણેશ ભક્તો માં એક અનેરો આનંદ જોવા મળ્યો હતો. જેની ખુશી આજે ગણેશ વિસર્જન વખતે જોવા મળી હતી. આજે ગણેશ ભક્તો દ્વારા ગામ માં ગણેશજી ની મૂર્તિ ને ટ્રેકટર માં બેસાડી શોભાયાત્રા કાઢવામાં આવી હતી .અને અબીલ ગુલાલ સાથે “ગણપતિબાપ્પા મોરિયા અગને બરસ જલ્દી આના “એવા નારા સાથે હર્ષોલ્લાસ સાથે ગણપતિ બાપ્પા વિસર્જન કરવામાં આવ્યું હતું.