ઇડર તાલુકામાં વધુ એક ચંદન ના ઝાડની ચોરી..

0
14

સૂર્યનગર કંપાની સીમમાંથી રૂ 25 હજારનુ ચંદનનું ઝાડ ચોરાયું…ઇડર તાલુકામાં આવેલ સુયૅનગર કંપાના સુરેશભાઇ અમૃતભાઇ પટેલ ના સુયૅનગર કંપાની સીમમાં આવેલ ચંદનના વાવેતરવાળા ખેતરમાંથી 6 સપ્ટેમ્બરના રોજ સાંજે ખેતરમાં જતાં ઝાડ કપાયેલું જોવા મળ્યું હતું. જેથી કોઇ ચોર ઇસમોએ ગેરકાયદેસર પ્રવેશ કરી આશરે દસ ફૂટની લંબાઇવાળુ ચંદનનુ સુંગંધીદાર લાકડુ જે ઝાડની કિ.રૂ.૨૫ હજારની થાય જેને જમીનમાં ખાડો ખોદી મુળમાથી કાપી ચોરી કરી લઇ ગયા હોવાનું માલુમ પડતાં તે અંગેની ફરિયાદ સુરેશભાઇ પટેલે ઇડર પોલીસ સ્ટેશને નોધાવતા ઇડર પોલીસ સ્ટેશનના પોલીસ.ઇ વાય.એન.પટેલે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here