ઇડર તાલુકાના મોહનપુરા (ફાગોલ) ગામે બ્લેકમેલિંગ નો કિસ્સો સામે આવ્યો..

0
7

મોહનપુરા (ફાગોલ) ગામે પ્રેમસંબંધનુ નાટક રચી શરીર સંબંધ બાધવા બળજબરી કરી વિડીયો બનાવી વાયરલ કરવાની ધમકી આપી પૈસાની માંગણી કરતા ફરિયાદ નોધાયી

ઇડર તાલુકાના મોહનપુરા (ફાગોલ) ગામના કાનાજી ઇશ્વરજી ઠાકરડાએ પોલીસ સ્ટેશને ફરિયાદ નોધાવેલ કે સોનલ ઠાકોર નામની મહિલાએ ફરિયાદીના મોબાઇલ નંબર પર ફોન કરીને તમને ઓળખુ છુ તેમ કહી વિશ્વાસમા લઇ પ્રેમ સંબંધનુ નાટક રચી ફરિયાદીને મળવા બોલાવી અવાવરૂ જગ્યાએ લઇ જઇ શરીર સંબંધ બાધવા બળજબરી કરી બીજા ૬શખ્સોને સાથે રાખી વિડીયો બનાવી લઇ તમામ શખ્સોએ ફરિયાદી પાસેથી પૈસા પડાવવાનુ તથા વિડીયો વાયરલ કરી બદનામ કરવાનુ કાવતરું રચી ગાળો બોલી ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી રૂ ૫ લાખ આપવા માટે માંગણી કરી છેવટે રૂ ૧.૬૦ લેવાનું નક્કી કરી ફરિયાદી પાસેના ૭૦ હજાર બળજબરીથી કઢાવી લઇ તથા અન્‍ય બાકી પૈસા લેવા માટે અપહરણ કરી ત્યાર બાદ બાકી પૈસા કાનજી પાસે ન હોવાથી સોમવારે આપવાનુ જણાવી કાનાજી ને છોડી દઇ બાકીના પૈસા આપી દેવા ફોન ઉપર ધમકી આપી તથા ફરિયાદીને વારંવાર ફોન કરી જાલીયા અથવા દેશોતર ખાતે પૈસા લઇ તૈયાર રહેવા માટે દબાણ કરી કાનાજીને હેરાન પરેશાન કરતા કાનાજી ઇશ્વરજી ઠાકરડાએ આરોપી (૧)ડાહ્યાજી ઠાકોર (૨)રણજીતજી ઠાકોર (૩)ભગાજી ઠાકોર (૪) સુરેશ ઠાકોર (૫) વિજય ઠાકોર (૬) ગોંવિદજી ઠાકોર (૭) સોનલ ઠાકોર તથા અન્‍ય બે માણસો તથા એક સ્ત્રી જેનું નામ ખબર નથી આ તમામ વિરુદ્ધ જાદર પોલીસ સ્ટેશને ફરિયાદ નોધાવતા જાદર પોલીસ સ્ટેશનના પો.સ.ઇ એન.એમ.ચૌધરી એ તમામ આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોધી આગળની કાયૅવાહી હાથ ધરી હતી.
ઇડર…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here