ઇડર તાલુકાના પનોતા પુત્ર અરવિંદભાઈ ત્રિવેદી (લંકેશ)ને શ્રદ્ધાંજલિ પાઠવવા માં આવી…

0
11

1987 અને ગત વર્ષ 2020 માં દૂરદર્શન પર પ્રસારિત થયેલી 7 .70 કરોડ દર્શકો નો વર્લ્ડ રેકોર્ડ સર્જનારી રામાયણ સિરિયલ માં (લંકેશ ) રાવણ નું પાત્ર ભજવી સમગ્ર વિશ્વમાં ખ્યાતિ પામનાર અને 300 થી વધુ ગુજરાતી ફિલ્મોમાં અભિનય કરનાર દિગ્ગજ અભિનેતા અને સાબરકાંઠા જિલ્લાના પૂર્વ સાંસદ એવા અરવીંદભાઈ ત્રિવેદી ના નિધનના સમાચારથી ગુજરાતી ફિલ્મ જગત સહિત સમગ્ર વિસ્તારમાં ઘેરા શોકની લાગણી પ્રવર્તી પસરી છે.


ત્યારે આજ રોજ 10 ઓક્ટોમ્બર ને રવિવાર ના રોજ 9 થી 12 કલાકે અરવિંદ ત્રિવેદી (લંકેશ) ને ઈડર કોલેજ ના હીરાભાઈ હોલ ખાતે રાજકીય આગેવાનો ,પરીવાર જનો અને તેમના ચાહકો એ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી..
આ પ્રસંગે તેમની દીકરી એ જણાવ્યું હતું કે તેમના પરિવાર સહિત તમામ લોકોએ સદીના એક મહાનાયક ને ગુમાવ્યા છે. પપ્પા ના નશીબ માં લંકેશ બનવું એક રામજી ની કૃપા રહી હશે કે જોગનું જોગ એમની પિંડદાન ની વિધિ નો દિવસ પણ દશેરા એ જ આવે છે.
સમગ્ર ગુજરાત અને દેશમાંથી શોક સંદેશ ,ફોન ,મેસેજ થકી અમને આશ્વાસન આપનાર તમામ નો અમે આભાર વ્યકત કરીએ છીએ..જય શ્રી રામ…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here