ઇડર ગઢ બચાવો સમિતિ અને જૈન સમાજ દ્વારા ખનન રોકવા આવેદન

0
92

ઇડર ગઢ ખાતે ખનાનકારો દ્વારા ખનન કરાઈ રહ્યું છે ત્યારે ઇડર ના વારસા ને જાળવી રાખવા ઇડર ગઢ બચાવો સમિતિ અને ઇડર વસીઓ દ્વારા ઇડર ગઢ અને ધરોહર પ્રત્યે ના પ્રેમ અને લાગણી ને લઈને ઐતિહાસિક, પુરાતત્વીય વારસાને જાળવી રાખવા માટે અથાગ પ્રયત્નો કરાઈ રહ્યાં છે .તેમજ ગઢ પર દરેક ધર્મ સંપ્રદાયના અનેક આસ્થા ના સ્થળો પણ આવેલા છે. ત્યારે ખનન રોકવા લોકોની લાગણી જોડાયેલી છે.
જેને લઈને 5 જૂન શનિવાર ના રોજ ઇડર ગઢ બચાવો સમિતિ અને જૈન સમાજ દ્વારા ઇડર ધારાસભ્ય હિતુ કનોડિયા ને શરૂ થયેલ ગઢ ખનન અટકાવવા આવેદન આપવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે પ્રજાની લાગણીનો અનાદર કરી સરકાર ખનન નહિ અટકાવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન પણ કરવાની ફરજ પડશે … એકબાજુ ગઢનું પ્રવાસન તરીકે વિકાસ અર્થે 4 કરોડ જેટલી માતબર રકમ ની ફાળવણી કરાઈ છે. ત્યારે આ બાબતે રસ લઈ કાયમી ધોરણે ખનન અટકાવવા રસ લેવા ધારા સભ્ય ને જાણ કરાઈ હતી.

ઇડર ....બ્યુરો... રિપોર્ટ...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here