ઇડર.. ખોટા ઠરાવ કરી ગૌચર વન વિભાગ ને આપતાં આવેદન અપાયું..

0
28

ઇડર તાલુકાના લાલપુર પંચાયત નું ગૌચર ખોટા ઠરાવો કરી વન વિભાગ ને વનીકરણ માટે આપી દેવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેને લઈ ઇડર પ્રાંત અધિકારી ને આવેદનપત્ર આપવામો આવ્યું.

આવેદન પત્રમાં આક્ષેપ કરાયા છે કે ઇડર તાલુકાના લાલપુર (બ) પંચાયત ના સરપંચ અશિક્ષિત હોવાને લઇ તેમની જાણ બહાર મોહન પુરા પંચાયત નું વિભાજન કરી દેવમો આવ્યું છે. સરપંચ ના 5 વર્ષ ના સમય દરમિયાન તેમની જાણ બહાર તેમના લેટર પેડ નો ખોટો દૂર ઉપયોગ કરી સદસ્યો ની ખોટી સહીઓ કરી ગેર રીતિ આચારવામો આવી છે .તેમજ સરપંચની જાણ બહાર વનીકરણ ના નામ ઉપર ગૌચર જમીન વન વિભાગ ને આપી દેવમો આવી છે. તાલુકા પંચાયત ના પૂર્વ પ્રમુખ ધર્મેન્દ્ર પટેલ ઉપર પણ આક્ષેપ કારવામો આવ્યા છે .આયોજન ની ગ્રાન્ટ પણ બારોબર થઈ હોય તેવો ઉલ્લેખ કારવામાં આવ્યો છે. જે બાબતે મોહનપુરા ગંભીરપુરા અને ખુશકી ગામના લોકો એ ઇડર પ્રાંત અધિકારી ને આવેદનપત્ર આપી યોગ્ય તપાસ કરવા માંગ કરી છે.આ બાબતે લાલપુર બ પંચાયત ના પૂર્વ સરપંચ અને ડેપ્યુટી અશોકભાઈ પટેલ ને પૂછતો તેમણે જણાવ્યું હતું કે અત્યારે વનીકરણ કરવું ખૂબ જરૂરી છે .આ જમીન કોઈ વ્યક્તિ ને આપવામાં નથી આવી પણ વૃક્ષો વાવવા માટે ઠરાવ કરી વન વિભાગ ને વનીકરણ માટે આપી છે . આક્ષેપો માં કોઈ તથ્ય નથી નાણાં પંચ ની ગ્રાન્ટ હોય કે આયોજન ની કોઈપણ ગ્રાન્ટ હોય સર્વ સંમતિ થી કામ કારવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here