ઇડર ખાતે વિશ્વકર્મા જયંતી ની ઉજવણી કરાઈ

0
4

ઇડર શહેર ખાતે 14 ફેબ્રુઆરી મહા સુદ તેરસને વિશ્વકર્મા જયંતી ની ઉજવણી કરાઇ હતી. વિશ્વકર્મા પ્રાગટય દિવસ નિમિત્તે શોભાયાત્રા નું આયોજન કરાયું હતું .પાલખી યાત્રા ઇડર શહેર ભ્રમણ કરી વિશ્વકર્મા મંદિરે પરત પહોંચી હતી.આ પ્રસંગે ઇડરના મેવાડા સુથાર પૂર્વ વિભાગ તથા પશ્ચિમ વિભાગના સુથાર ભાઈઓ તથા કારીગર વર્ગ હાજર રહ્યા હતા. વિશ્વકર્મા મંદિર ખાતે ભગવાન વિશ્વકર્માજીને સુંદર શણગાર કરી મંદિર ને ફૂલોથી સજાવવામાં આવ્યું હતું. વિશ્વકર્મા ભગવાનની પૂજા આરતી બાદ પ્રસાદ વિતરણ કરાયો હતો.કોરોના મહમારીને લઈ મહાપ્રસાદ નું આયોજન બંધ રાખવામાં આવ્યું હતું.

ઇડર..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here