ઇડર ખાતે વન્યપ્રાણી સપ્તાહ ૨૦૨૧ અંતર્ગત વનવિભાગ દ્વારા બાઇક રેલી નુ આયોજન કરાયુ.

0
9

આજથી શરૂ થતા વન્યપ્રાણી સપ્તાહ ની ઉજવણી વૈશ્ર્વિક લેવલે થાય છે. દર વર્ષે ગુજરાત વન વિભાગ દ્વારા તારીખ 2 જી ઓકટોબર થી 8 મી ઓકટોબર દરમિયાન આ મહાન પર્વ ની ઉજવણી કરે છે. જે અંતર્ગત સાબરકાઠા વનવિભાગ ની વડાલી રેન્જ તથા સામાજિક વનીકરણ રેન્જ ઈડર ના સ્ટાફ દ્વારા આરોગ્ય વન ઇડર થી બાઇક રેલી નુ આયોજન કરી સમગ્ર ઇડર શહેરના લોકો ને વન્ય જીવનુ સંરક્ષણ, વન્ય પ્રાણીનુ મહત્વ તથા પર્યાવરણ નુ જતન કરવા નું આહવાન કરવામા આવ્યુ. આ બાઇક રેલી ક્ષેત્રિય રેન્જ વડાલી ના પરીક્ષેત્ર વન અધિકારી શ્રી એમ.બી.નિનામા તથા શ્રી જી.એ.પટેલ પરીક્ષેત્ર વન અધિકારી વિસ્તરણ રેન્જ ઇડર ધ્વારા હરિ ઝંડી ફરકાવી પ્રસ્થાન કરવામા આવેલ. આ બાઇક રેલી મા સામાજિક વનિકરણ રેન્જ ઇડર નો તમામ સ્ટાફ તથા ઇડર ના તમામ એનજીઓ તથા જીવદયા પ્રેમીઓ અને વન્ય જીવ પ્રેમીઓ જોડાયા હતા.
ઇડર….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here