ઇડર તાલુકાના કેશરપુરા ગામના સસ્તા અનાજના સંચાલકની મનમાની થી ૬૦૦ જેટલા કાર્ડ ધારકો ને પૂરતું અનાજ ના મળતાં અને સંચાલક પોતાની મનમાની થી પંડિત દીનદયાળ ગ્રાહક ભંડારનું સંચાલન કરતા બે ગામ નાં ગ્રામજનો અને કાર્ડ ધારકો એ ભેગા મળી સંચાલક નો વિરોધ કર્યો…
ઈડર તાલુકાના કેશરપુરા ગામ માં પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર નું સંચાલન કરતા સંચાલક સામે કેશરપુરા ગામ અને બોલુન્દ્રા ગામના ગ્રામજનો અને કાર્ડ ધારકોએ સંચાલક પર આક્ષેપ કર્યા છેકે સંચાલક પોતાની મનમાની થી પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર નું સંચાલન કરે છે અને કાર્ડ ધારકોને પૂરતું અનાજ નથી અપાતો કાર્ડ ધારકોને અનાજ લીધાના બિલ ની જગ્યા પર ફક્ત એક ચિઠ્ઠી બનાવી આપવામાં આવે છે અને સર્વર ડાઉન છે હું બહાર છું મીટીંગ માં છુ સામાજિક પ્રસંગ છે તેવા અલગ અલગ બહાના કાઢી પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર ના સંચાલક ની મનમાનીથી ૬૦૦ જેટલા કાર્ડ ધારકો હેરાન પરેશાન થયા છે..
ગુજરાત ક્રાઈમ બ્રાન્ચ એ સસ્તાં અનાજ રાજ્ય વ્યાપી કોભાંડ હાથ લાગ્યુ છે અને રાજ્ય વ્યાપી કોભાંડ નાં આરોપી ઓને જેલ હવાલે કર્યા છે સસ્તાં અનાજ રાજ્ય વ્યાપી કોભાંડ માં ઈડર મામલતદાર કચેરી માં કમ્પ્યુટર ઓપરેટર નું નામ બહાર આવતા પુરવઠા વિભાગ માં હડકંપ મચ્યો છે ઈડર તાલુકા માં ૨૩ થી વધારે સંચાલક નાં નામ બહાર આવતા ઇડર મામલતદાર કચેરી પણ શંકા ના દાયરા માં છે રાજ્ય વ્યાપી કોભાંડ ની તપાસ શરૂ છે ત્યારે ઇડર તાલુકાના કેશરપુરા ગામ માં પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર નાં સંચાલક સામે વિરોધ થતાં મામલો ફરી ગરમાયો છે…કેશરપુરા ગામ માં પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર નાં સંચાલક સામે બોલુન્દ્રા અને કેસરપુરા પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર ના ગ્રાહકોએ સંચાલક દ્વારા પૂરતું અનાજ અને ગ્રાહકોને ખોટા બિલ બનાવી આપી દેતા હોવાના આક્ષેપ સામે પુરવઠા વિભાગ દ્વારા પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર ના સંચાલક સામે યોગ્ય તપાસ કરવામાં આવે અને ગ્રાહકોને પૂરતું અનાજ મળી રહે તે દિશામાં તપાસ કરી યોગ્ય નિર્ણય કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે…ઇડર…