ઇડર…ઈડર નાગરિક સહકારી બેન્કની ચૂંટણી યોજાઈ જેમાં વિકાસ પેનલ વિજય બની.

0
5

બહુ ચર્ચિત ઈડર નાગરિક બેન્કની ચૂંટણીમાં ખરાખરીનો જંગ ખેલાયો હતો .જેમા ચૂંટણીની આગલી રાત્રે મતદારોને રીઝવવા ઉમેદવારોએ નાસ્તા પાણી કરાવવા માટે ટોળેટોળા એકઠાં કર્યા હતા. ત્યારબાદ વહેલી સવારે સર પ્રતાપ હાઇસ્કૂલ અને સી.કે. ગર્લ હાઈસ્કૂલમા ઈવીએમ મશીન દ્વારા મતદાન શરૂ કરવામા આવ્યુ હતુ .વહેલી સવારથી ઉમેદવારો અને સમર્થકોએ મતદાન કમ્પાઉન્ડમા ધામા નાખ્યા હતા. કેટલાક બુથમા ઈવીએમ મશીનમા ખામી સર્જાવાને કારણે હોબાળો સર્જાયો હતો .સાંજે મતદાન પ્રક્રિયા પૂર્ણ થતા ૪૩ ટકા મતદાન થયુ હતુ .રાત્રે આઠ કલાકે મત ગણતરી શરૂ કરવામા આવી હતી. જેમા ૩૨ ઉમેદવારો વચ્ચે થયેલા ચૂંટણી જંગમા મત ગણતરી બાદ ૧૩ ઉમેદવારો વિજય બન્યા હતા. પરિવર્તન પેનલ પર વિકાસ પેનલ ભારે પડી વિજય હાંસલ કર્યો હતો. તો બેક બચાવો પેનલ ને જાજુ કાંઈ સમર્થન મળ્યું નહોતું.બહુ ચર્ચિત બનેલા ભરતી કૌભાંડ બાદ નવા ચૂંટાયેલા ડિરેક્ટરો નાગરિક બેંકનો વહીવટ આગામી સમયમા કેવો ચલાવે છે એ જોવુ રહ્યુ.Boxટિકર – ઉમેદવારો અને સમર્થકો ચૂંટણીની લાહ્યમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું ભાન ભૂલ્યા.ટિકર – ચૂંટણી પ્રક્રિયાનું કવરેજ કરવા ગયેલા પત્રકારોને કવરેજથી અળગા રખાયા.ઇડર…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here