ઇડર..ઇડર સર પ્રતાપ હાઇસ્કુલ ખાતે સર્વરોગ નિદાન કેમ્પ તેમજ રક્તદાન શિબિર યોજાઇ..

0
8

રેડ્સ ગ્રુપ ઇડર તેમજ ઓર્થોપેડીક હોસ્પીટલ ઇડર દ્વારા ડોક્ટર રોહિત ચૌહાણ ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ અને શ્રદ્ધાંજલિ સ્વરૂપે નિ-શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ તથા રક્તદાન શિબિર નું ઇડર સરપ્રતાપ હાઇસ્કુલ ખાતે આયોજન કરવામાં આવ્યુ…રેડ્સ ગૃપ ઇડર અને શિવ ઓર્થોપેડીક હોસ્પીટલ ઇડર દ્વારા ડોક્ટર રોહિત ચૌહાણ ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ અને શ્રદ્ધાંજલિ સ્વરૂપે ઇડર સરપ્રતાપ હાઈસ્કૂલ ખાતે ઇડર શહેર સહિત તાલુકાના ગરીબ પરિવારોને નિશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ તથા રક્તદાન શિબિર આયોજન કરવામાં આવ્યું હતું

ડોક્ટર રોહિત ચૌહાણ ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ડોક્ટર રોહિત ચૌહાણ ના પરિવારે તેમજ કેમ્પમાં ઉપસ્થિત રહેલા સેવાભાવી ડોક્ટરોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી રવિવારને દિવસે યોજાયેલ નિશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પમાં ઇડર શહેર તેમજ આજુબાજુના સેવાભાવી પ્રજા એ કેમ્પ મા હાજરી આપી હતી નિશુલ્ક નિદાન કેમ્પ માં ફિઝિશિયન,જનરલ સર્જન, ગાયનેક-લેપ્રોસ્કોપીક સર્જન, ડેન્ટલ સર્જન, એમ.ડી.મેડિસિન, ગાયનેકોલોજીસ્ટ, ફિઝિયોથેરાપિસ્ટ, કાન.નાક.તથા ગળા ના સર્જન, એમ.ડી.એસ ડેન્ટલ સર્જન,અને આંખના રોગ ને લગતી બીમારીની સારવાર કરવામાં આવી હતી કેમ્પ માં આશરે ૧૫ જેટલા ડોક્ટરોએ તબીબોને સારવાર પુરી પાડી હતી રવિવારે યોજાયેલ નિશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પમાં આશરે એક હજારથી પણ વધારે લાભાર્થીઓએ અલગ-અલગ બીમારી અને અલગ-અલગ સારવારનો લાભ લીધો હતો.ઇડર પ્રજાકીય વિદ્યોતેજક સમિતિ સંચાલિત સર પ્રતાપ હાઇસ્કુલ નાં પૂર્વ વિદ્યાર્થી ડોક્ટર રોહિત ચૌહાણ ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ અને શ્રદ્ધાંજલિ સ્વરૂપે હાઈસ્કૂલ માં નિશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ તથા રક્તદાન શિબિરનું આયોજન કરાતા સ્કૂલના પ્રિન્સિપાલ શિક્ષક ગણ તેમજ ટ્રસ્ટી ઓએ હાઈસ્કૂલના પૂર્વ વિદ્યાર્થી ને યાદ કરી ડોક્ટર રોહિત ચૌહાણ ને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી . ઇડર પ્રજાકીય વિદ્યોતેજક સમિતિ સંચાલિત હાઇસ્કૂલ ના પ્રિન્સિપાલ તેમજ ટ્રસ્ટી ઓએ રેડ્સ ગ્રુપ ઈડર.શિવ ઓર્થોપેડિક હોસ્પિટલ ઇડર તેમજ ડોક્ટર રોહિત ચૌહાણ ના પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો…ઇડર ખાતે સર્વ રોગ નિદાન કેમ્પ તથા રક્તદાન શિબિરમાં ઇડર શહેર સહિત ઇડર તાલુકાના લાભાર્થીઓએ નિદાન કેમ્પ ની મુલાકાત લઇ અલગ-અલગ સારવારની તપાસ કરાઇ હતી નિદાન કેમ્પમાં સારવારની સાથે સાથે લાભાર્થીઓને દવા પણ મફતમાં આપવામાં આવતા લાભાર્થીઓએ રેડ્સ ગ્રુપ ઇડર શિવ ઓર્થોપેડિક હોસ્પિટલ ઇડર તેમજ ડોક્ટર રોહિત ચૌહાણ ના પરિવારનો આભાર માન્યો હતો…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here