ઇડર.. ઇટડી ગામે રૂ 9,640 ના ગંજી પાનાનો જુગાર રમતા 5 ઇસમોને LCB એ પકડી ગુન્હો નોધ્યો

0
17

સાબરકાંઠા LCB ના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.ડી.ચંપાવત માગૅદશૅન મુજબ LCB ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.પી.રાવ LCB સાબરકાંઠાની ટીમ જાદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમા હતા દરમ્યાન ખાનગી બાતમી મળેલ કે રમેશભાઈ હીરાભાઈ ઠાકોર રહે ઇટડી ના ખેતરની ઓરડી આગળ ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો ગંજી પાનાથી પૈસાનો હારજીતનો જુગાર રમે છે જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ LCB એ રેઇડ કરતા વિક્રમકુમાર મણાજી ઠાકરડા, કિરણભાઇ નરસિહભાઇ ઠાકરડા, મુકેશભાઇ મોહનભાઈ ઠાકરડા ત્રણે રહે ઇટડી તા ઇડર તેમજ અરવિંદભાઇ જીરાજી આદીવાસી રહે અનાજ માકૅટ ઇડર અને આશીફભાઇ વિનોદભાઇ ગમાર રહે રમલેશ્વર તળાવ ઇડર ને ગંજી પાનાથી પૈસાનો હારજીતનો જુગાર રમતા તમામ ૫ ઇસમોને પકડી અંગઝડતી કરતા તે ઇસમો પાસેથી ૯,૬૪૦ રૂ ની રોકડ રકમ ગંજી પાના પ્લાસ્ટિકનુ મીણીયાનો મુદ્દામાલ કબ્જે કરી જાદર પોલીસ સ્ટેશને જુગારધારા કલમ ૧૨(અ) મુજબ ગુન્હો નોધી તમામ પાચ ઇસમોને જાદર પોલીસ સ્ટેશને સોપવામા આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here