ઇડરીયા ગઢ ખાતે 31 ડિસેમ્બરે આરોહણ- અવરોહણ સ્પર્ધા યોજાશે

0
13

રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત સરકાર તથા કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા વહીવટી તંત્ર સાબરકાંઠા ધ્વારા આયોજીત રાજ્ય કક્ષાની દ્રિતીય ઐતિહાસિક પવૅત ઇડરીયા ગઢ ખાતે આરોહણ – અવરોહણ સ્પર્ધા ૨૦૨૧ – ૨૨ નો કાયૅક્રમ ૩૧ ડિસેમ્બર ના રોજ ઇડરની ગઢ તળેટી પાસે આવેલ સરકારી પ્રા શાળા નં ૪ ખાતે યોજાશે. જેમા ગુજરાત ભરના જુનિયર સાહસવીર ખેલાડી ભાઇઓ અને બહેનોને આ કાયૅક્રમમા ભાગ લેવા વહીવટી તંત્ર ધ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના અન્ન નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષાની બાબતોના મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર સાબરકાંઠા સાંસદ દીંપસિહ રાઠોડ, રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારા, ઇડર ધારાસભ્ય હિતુ કનોડિયા, હિંમતનગર ધારાસભ્ય ચાવડા, ખેડબ્રહ્મા ધારાસભ્ય આશ્વિન કોટવાલ સહિત સાબરકાંઠાના અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.

ઇડર..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here