ઇડરના કડિયાદરા ચોરિવાડ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો..

0
22

**સાબરકાંઠા જિલ્લાના ઇડર અને ચોરીવાડ વચ્ચે 28 સપ્ટેમ્બર ને મંગળવાર ના રોજ ઇકો કાર અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણ વ્યક્તિ ના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નિપજ્યા…

**મૃતકમાં એક પુરુષ અને બે બાળકો નું મોત નીપજ્યું હતું …

** આ અકસ્માત માં બે બાળકો સાથે 8 વ્યક્તિ ઘાયલ થયા હતા. ઘાયલ વ્યક્તિઓ ને 108 દ્વારા સારવાર અર્થે ઇડર સિવિલમાં ખસેડાયા હતા .તેમાં થી 8 વ્યક્તિ ને વધુ સારવાર માટે હિંમતનગર સીવીલ ખાતે ખસેડયા હતા….

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ હિંમતનગર ના ઓરણ અને આકોદરા ગામના વ્યક્તિઓ ની સાથે બનાવ બનવા પામ્યો હતો. નરેન્દ્રસિંહ બાબુસિંહ ના દીકરા હેતાર્થ નો જન્મ દિવસ ની ઉજવણી અર્થે પરિવાર જનો પોળો જઈ રહ્યા હતા તે દરમ્યાન
ચોરીવાડ તરફ ઇડર જતી ઇકો ગાડી નંબર GJ09BG6165 અને સામે થી પોળો તરફ જઈ રહેલ રીક્ષા નંબર GJ09AX4662 સામ સામે ધડાકેભેર અથડાતા ઘમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

અકસ્માત એટલો ભયાનક હતો કે ઘટના સ્થળે જ એક પુરુષ અને બે બાળકો નું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.
ઘટનાને પગલે આજુ બાજુ માંથી લોકો મોટી સંખ્યામાં દોડી આવી અન્ય ઘાયલ 10 વ્યક્તિઓને 108 મારફતે ઇડર સિવિલ માં મોકલી આપ્યા હતા. ઘટનાને પગલે ઇડર પોલીસ ના એ.એસ.આઈ. વિક્રમભાઈ પટેલ ઘટના સ્થળે દોડી આવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મૃત્યુ પામનાર …
1.હેતાર્થ નરેન્દ્ર સિંહ મકવાણા.ઉં વર્ષ. 6 વર્ષ રહે.ઓરણ
2.નરેન્દ્રસિંહ બાબુસિંહ મકવાણા ઉં .વર્ષ.33 રહે.ઓરણ
3 .વંશ કલ્પેશભાઈ મકવાણા ઉં .વર્ષ.2 રહે. આકોદરા

ઘાયલ થયેલ ની યાદી…

1.જીતુભાઈ અમૃતભાઈ પરમાર ઉં. વર્ષ.30 રહે. આકોદરા
2.ક્રિષા જીતેન્દ્રભાઈ પરમાર ઉં. વર્ષ. 6 રહે.આકોદરા
3 અંજુબા નરેન્દ્રસિંહ મકવાણા ઉં વર્ષ.31, રહે.આકોદરા

  1. રણવીર જીતેન્દ્રકુમાર પરમાર ઉં. વર્ષ. 54,રહે.આકોદરા
    5.જ્યોત્સનાબેન જીતેન્દ્ર કુમાર પરમાર ઉં. વર્ષ. 28,રહે.આકોદરા
  2. હેતલબેન કલ્પેશભાઈ પરમાર ઉં .વર્ષ.30 રહે.આકોદરા
  3. બંસરીબેન કલ્પેશભાઈ પરમાર ઉં વર્ષ. 7 રહે. આકોદરા
  4. કલ્પેશભાઈ અમૃતજી મકવાણા ઉં. વર્ષ.32, રહે.આકોદરા
  5. ધવલ રાજેશભાઈ મોદી ઉ.વર્ષ. 26,રહે.ખેડબ્રહ્મા
    10.ટીકેન્દ્રસિંહ વિજયસિંહ જેતાવત ઉં. વર્ષ. 26, રહે.મેદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here