ઇકબાલગઢ સ્વસ્તિક શાળામાં વિધાર્થીઓ દ્રારા શિક્ષક દિન ની ઉજવણી કરવામાં આવી.

0
4

આજ રોજ તારીખ 4–9-2021 ને શનિવારે શ્રી સરદાર પટેલ સેવા ટ્રસ્ટ ઇકબાલગઢ સંચાલિત કંધોલ વીરાબેન ગોદડભાઈ પ્રાથમિક શાળા ઇકબાલગઢ તેમજ બી.બી.ફોસી અને એન.પી.સાળવી શાળા અને સ્વસ્તિક ઉચ્ચતર માધ્યમિક શાળા ઇકબાલગઢ માં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી. શાળામાં ભણતા ધોરણ-૬થી ૧૨ના બાળકોએ આજના દિને શિક્ષક બનીને પોતાની ફરજ બજાવી હતી. શાળાના આચાર્યશ્રી એલ.પી.વાશિયા શાળાના શિક્ષક દિન માં ભાગ લીધેલ તમામ બાળકોને પ્રોત્સાહિત કરેલ તેમજ શાળાના તમામ શિક્ષક મિત્રોએ બાળકોને આજ ના દીને ભાગ લેનાર તમામ બાળકોને ઇનામ આપીને પ્રોત્સાહિત કર્યા હતા. આજના દિને રાઠોડ ઉર્વશીબેન ગંગદાસભાઈ તેમજ પટેલ યુગ કમલેશભાઈ શાળાના આચાર્યની ફરજ બજાવી હતી.

અહેવાલ :- ઇમરાન લુહાર (અમીરગઢ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here