આસ્થા કિડની હોસ્પિટલ પાટણ દ્વારા આયોજિત મેરેથોન 2024 ના આયોજનની રૂપરેખા બાબતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ.

0
2

Dr.સુરેશભાઈ ઠક્કરની આસ્થા કિડની હોસ્પિટલ ખાતે પ્રેસ કોન્ફરન્સમાં આજે તારીખ 7 -2 -2024 સાંજે 4:00 કલાકે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ જેમાં મેરેથોન 2024 ના તારીખ 23- 2 -2024 ને શુક્રવારે સવારે પાંચ કલાકે યોજાશે . આ મેરેથોન દોડ નો મુખ્ય હેતુ પાટણની જનતાને હેલ્થ અવેરનેસ અને કિડનીના રોગોની જાગૃતિ માટે આયોજન કરવામાં આવેલ છે.જેમાં એક કિલોમીટર ત્રણ કિલોમીટર પાંચ કિલોમીટર અને 11 કિલોમીટર નું અંતર રહેશે.આ મેરેથોનમાં ભાઈઓ અને બહેનો બંનેમાં જે પ્રથમ નંબર બીજા નંબરે અને ત્રીજા નંબરે જે વિજેતા બનશે તેમને રોકડ પુરસ્કાર આપવામાં આવશે . આ દોડમાં ભાઈઓ અને બહેનોમાં બંનેમાં મહત્તમ પુરસ્કાર રૂપિયા 11000 નું રહેશે.આ મેરેથોન દોડમાં મૂળ સ્થાન જીમખાના થી શરૂ થશે જે અલગ અલગ દોડમાં અલગ અલગ વિસ્તારમાં રહેશે . આ મેરેથોન દોડમાં ડોક્ટર સુરેશભાઈ ઠક્કરની સાથે સાથે કિરણભાઈ પટેલ ડી એસ ડી ઓ ,તથા રમેશભાઈ દેસાઈ , તથા નરેશભાઈ ચૌધરી dso તથા સંતોષભાઈ જાદવ તથા અશ્વિનભાઈ નાયક તથા સુનિલભાઈ પગેદાર તથા કેતનભાઇ ભોજક તથા પ્રશાંતભાઈ રાવલ તથા મનોજભાઈ પટેલ તથા મિહિરભાઈ સોની તથા જોહરીબેન મુસા તથા ધવલભાઇ રોટરેક્ટ તથા જુન્જરસિંગ સોઢા સહયોગ આપી રહ્યા છે. પાટણના ખ્યાત નામ કિડની સ્પેશિયાલિસ્ટ ડોક્ટર સુરેશભાઈ એન ઠક્કરને અમદાવાદમાં જે મેરેથોન દોડ જેવા પ્રોગ્રામ થાય છે તે જોઈને તેમને એક ઉમદા વિચાર આવ્યો કે પાટણમાં પણ આવો સરસ મેરેથોન દોડ નો કાર્યક્રમ જો થાય તો કેવું સારું અને આ વિચાર તેમણે ઉપરોક્ત મિત્રોને પોતાનો વિચાર રજુ કરી વાત કરી અને હકારાત્મક સહયોગ દરેક મિત્રોનો મળ્યો અને આ કાર્યક્રમનું આયોજન થયું છે. આ પ્રેસ કોન્ફરન્સમાં પાટણના પ્રિન્ટ અને ઇલેક્ટ્રિક મીડિયાના સર્વે ભાઈઓ ઉપસ્થિત રહી અને સુંદર સહયોગ આપવાની વાત કરી હતી…….. આ મેરેથોન દોડ જીમખાના થી શરૂ થશે અને જીમખાના જ પૂરી થશે.

અહેવાલ : કમલેશ પટેલ. પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here