આજથી પંદર માસ પછી આવી રહેલ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આ વિસ્તારમાં ખાનગી રાહે અત્યારથી સંભવિત ઉમેદવારો પોતાની રીતે પોતાનો જમીનની ગ્રાઉન્ડ તૈયાર કરવા માટે લાગી ગયા છે ત્યારે રહેજે એવો પ્રશ્ન ઊભો થાય છે કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં આ વિસ્તારમાંથી ભાજપ ઉમેદવાર કોણ હશે સામાન્ય રીતે છેલ્લા પાંચ વિધાનસભાની ચૂંટણી દરમિયાન આ વિસ્તારમાં ભાજપે ઉમેદવાર રીપીટ નથી થયા બધાને એક વખત જ ચાન્સ આપવામાં આવ્યું છે જેથી ઉપરોક્ત ઇંતેજારી આ વિસ્તારમાં વધારે જોવા મળે છે છેલ્લા પાંચ વિધાનસભાની ચૂંટણી દરમિયાન એક એક વખત માટે ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા જેમાં (૧) બચુભાઈ સોંદરવા (૨) માધાભાઇ બોરીચા (૩) સામતભાઈ આલાભાઇ (૪) વંદનાબેન મકવાણા (પ) અરવિંદભાઈ લાડાણી આમ કેશોદ વિધાનસભા વિસ્તારના તમામ ભાજપી ઉમેદવાર તરીકે પોતાના હરીફ ઉમેદવારને ભારે બહુમતીથી હાર આપી હતી હાલ મેદાનમાં છે તેમાં (૧) વર્તમાન ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ (૨) ભૂતપૂર્વ ધારાસભ્ય શ્રી અરવિંદભાઇ લાડાણી (૩) માંગરોળ ના માજી ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠીયા (૪) કેશોદ તાલુકા કોળી સમાજના યુવા પ્રમુખ લખનભાઇ ભરડા (૫) અગ્રણી કેળવણીકાર અને જિલ્લા ભાજપના મહામંત્રી શ્રી ભરતભાઈ વડાલીયા(૬) કેશોદ તાલુકાના કોળી સમાજના પૂર્વ પ્રમુખ કાંતિભાઈ ડાભી (૭) વિશ્વ શૈક્ષણિક નેટવર્ક ધરાવતા પટેલ કેળવણી મંડળના જયેશભાઈ લાડાણી (૮) જિલ્લા પંચાયતના વર્તમાન સભ્ય અને અગ્રણી બિલ્ડર અતુલભાઇ ઘોડાસરા(૯) કેશોદ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને આહિર સમાજના અગ્રણી શ્રી ગોવિંદભાઈ બારીયા (૧૦) આહિર યુવા કેળવણીકાર અને ભાજપા જિલ્લા શૈક્ષણિક સેલના કન્વીનર અને છેલ્લા ૧૭ વર્ષથી ધો.૧ થીકોલેજ સુધીની શૈક્ષણિક સ્કૂલ ની સ્થાપના કરી સફળ સંચાલન કરતા એવા આહીર અગ્રણી ડો.વેજાભાઇ એમ ચાડૈરા (૧૧) માલધારી સમાજના વર્ષોજૂના ભાજપના અગ્રણી અને પ્રદેશ ભાજપ માલધારી સેલના સભ્ય શ્રી ભગવાનભાઈ મોરી (૧૨) લેઉઆ પટેલ સમાજના અગ્રણી અને શહેર ભાજપના પ્રમુખ પ્રવિણભાઈ ભાલારા વિગેરે આજના દિવસે વિધાનસભાની ભાજપા તરફથી ઉમેદવારી કરવા માટે ખાનગી રાહે મેદાનમાં છે. આ તમામ ટીકીટ ના દાવેદારો પણ લોકો વચ્ચે કયાક ને ક્યાંક તમામ સારા માઠા પ્રસંગે હાજરી સતત આપી લોકો ના શુખ દુખ મા લાઈઝન માં રહેતા નજરે પડતાં હોય છે કેશોદ વિધાનસભાની નક્કર હકીકત ને જ્ઞાતિના ધોરણે જોઈએ તો અત્યારે આ બેઠક કોળી જ્ઞાતિની છે જેથી આ બેઠક કોળી જ્ઞાતિ ને જ મળે એ માટે કોળી સમાજ પોતાની પૂરી તાકાત કામે લગાડશે એ જ રીતે ગયા ટર્મ મામા આ બેઠક પટેલ જ્ઞાતિ પાસે હતી જેથી ફરી પટેલ જ્ઞાતિ ને પણ આ બેઠક મળે તે માટે પટેલ જ્ઞાતિ પણ એડીચોટીનું ની તાકાત કામે લગાડશે એકંદરે જોઈએ તો આ બેઠક માટે. મુખ્ય ખેચતાણ આ બંનેએ જ્ઞાતિ વચ્ચે થવાની છે પરંતુ આ બંનેની ખેંચતાણ વચ્ચે બંનેને પડતા મૂકીને અન્યના ટિકિટ મળી જાય તો કોઈ માટે આશ્ચર્ય પામવા જેવું નહીં રહે આવનાર ટર્મ મા નવો ઉમેદવાર કોઈપણ જ્ઞાતિનું પણ હોઈ શકે છે.પરંતુ ભાજપ દરેક સમયે નવુ નવુ કરી કોઈ પણ બે જ્ઞાતિ ની વધુ ખેચતાણ માં અન્ય જ્ઞાતિ આહિર માલધારી સમાજ નો પણ જો અને તો વચ્ચે ટન લાગે તો નવાઈ નહીં. પરંતુ બાકી હજુ ખાસ્સો સમય સુધી રાહ જોવી પડશે. આ સીટમા ઈતર સમાજો ના મતદારો. મેર આહિર દરબાર અને માલધારી તેમજ અનુસુચિત જાતિના સહીત મુસ્લિમ સમાજ ના મતદારો પણ મહત્ત્વની ભૂમિકા ભજવી શકે તેમ હોય હોય છે આ સીટ પર લાબા સમય સુધીથી ભાજપ .જીતતુ આવે છે. બાકી તો આખરે સમય નક્કી કરે ત્યારે ચાચુ ચિત્ર સ્પષ્ટ થશે એટલે હાલ તો જો. અને તો ની રાજકીય રીતે ચુંટણી ની રાહ જોઈ રહ્યા છે તમામ ટીકીટ વાચકો ખાનગી રાહે કામગીરી કરી રહ્યા હોય એવુ જોતા લાગે?
વસીમખાન બેલીમ ..માંગરોળ