આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને પીમ્પળાજ માતાના મંદિર ખાતે સાકરતુલા કરવામાં આવી

0
3

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની ચાણસોલ ગામના પીમ્પળાજ માતાના મંદિર ખાતે સાકરતુલા કરવામાં આવી હતી.આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે,કોઈ પણ સમાજે વિકાસ કરવો હશે તો એને દુનિયા સાથે કદમ મિલાવીને ચાલવું પડશે.તેમજ જ્યાં જરૂર છે ત્યાં પરંપરાગત માન્યતામાં બદલાવ લાવવો પડશે ત્યારે જ જે તે સમાજનો વિકાસ થઈ શકશે તથા તે થકી જ રાજ્યનો વિકાસ થશે.

આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે કુપોષણ મુક્ત ગુજરાત માટે સરકારની સાથે સાથે સમાજે અને દરેક નાગરિકે પોતાની ફરજ નિષ્ઠાથી અદા કરવી પડશે ત્યારે જ આપણે કુપોષણ મુક્ત ગુજરાત બનાવી શકીશું. વીજળી,પર્યાવરણ,પાણી વગેરે સંસાધન બચાવવા એ પણ રાષ્ટ્ર સેવા છે.આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પીમ્પળાજ માતાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોર,ખેરાલુના ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી,દૂધ સાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી,અગ્રણી ગીરીશભાઈ રાજગોર,પદાધિકારીઓ,પ્રબુદ્ધ ગ્રામજનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા

મનોજ યોગી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here