આમ આદમી પાર્ટી મોરબી જિલ્લાની બુથ સમીક્ષા બેઠક યોજાઇ

0
8

આમ આદમી પાર્ટી ગુજરાત ધીરે ધીરે ગુજરાતના દરેક ગામો માં પોતાના કાર્યકર્તાઓ બનાવી રહી છે ત્યારે આગામી ચૂંટણી ખૂબ રસપ્રદ રહેશે કેવું તજજ્ઞ કહી રહ્યા છે. આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા પ્રમુખ યોગેશ રંગપડીયાની આગેવાનીમાં બુથ સમીક્ષા બેઠક નું આયોજન કરવામાં આવેલ જેમાં દિલ્હી સરકારના ધારાસભ્ય તેમજ આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રભારી ગુલાબ સિંહ યાદવ તેમજ આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ ભાઈ સોરઠીયા ઉપસ્થિત રહેલ આ સમીક્ષા બેઠકમાં આમ આદમી પાર્ટી મોરબી દ્વારા તાજેતરમાં આમ આદમી પાર્ટી દ્વારા શરૂ કરવામાં જનસંવેદના યાત્રા વિશે તેમજ આગામી સમય માં આવનાર તમામ ચૂંટણીઓમાં લડાઈ કરવા માટે સંગઠનને વધુ મજબૂત બનાવવા પર ચર્ચા કરવામાં આવી.

આગામી સમયમાં આમ આદમી પાર્ટી ગુજરાતના તમામ બુથો સુધી જય પોતાના કાર્ય કરતા ની નિમણૂક કરશે.આ બેઠકમાં મોરબી શહેર, મોરબી તાલુકા,હળવદ તાલુકા, વાંકાનેર તાલુકા, માળીયા મીયાણા તાલુકા તેમજ ટંકારા તાલુકા ની ટીમ હાજર રહે આ બેઠક ઉપરાંત 70 નવા કાર્યકર્તાઓનું આમ આદમી પાર્ટીમાં સ્વાગત કરવામાં આવેલ તેમજ આમ આદમી પાર્ટી મોરબી જિલ્લાના મહિલા મોરચાના પ્રમુખ તરીકે રશ્મિબેન વરમોરા તેમજ ઉપપ્રમુખ તરીકે જ્યોત્સનાબેન ચૌહાણ તેમજ જ્યોતિબેન પરમાર ની નિમણૂક કરવામાં આવેલ.

રીપોર્ટર.. મયંક દેવમુરારી.. મોરબી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here