આને..કહેવાય લેન્ડ ગ્રેબીંગ..સાહેબ..

0
5

તમામ જવાબદારો સામે લેન્ડ ગ્રેબીંગ મુજબ ગુન્હો નોંધી પચાવી પાડેલ પ્લોટ નો ખાલી કબ્જો સોંપી આપવા બાબતે રાજકોટ કલેક્ટર ને ફરીયાદ..

સાંભળીને સૌ કોઈ ચોંકી જાય એવી જવાબદારો ની બે જવાબદાર..

તમે ક્યારેય..ક્યાંય.. એવું સાંભળ્યુ છે..કે..એક મિલ્કત નો દસ્તાવેજ ૩૨-ક મુજબ સરકારી તિજોરી માં પડ્યો હોય અને એની.. એજ..મિલ્કત નો બીજો દસ્તાવેજ એજ વકીલ સાહેબની ઓફીસ માં બેસતા પોતાનાં જ ભાઈ દ્વારા અને એક જ સબ રજીસ્ટ્રાર કચેરીમાં નોંધાવી આપવામાં આવ્યો હોય..? નહીં ને..?

સારુ થયુ કે રાજ્યમાં સરકારે લેન્ડ ગ્રેબીંગ નો કાયદો લાગુ કર્યો છે..

જુઓ આ ગાંધીજીના ગુજરાત માં રાજકોટ જીલ્લાનાં ગોંડલ શહેર માં જવાબદાર તંત્ર નાં લોકોની બે જવાબદારી.? ભ્રસ્ટાચાર.? કે પછી કૌભાંડ..?

સાંભળીને સૌ કોઈ ચોંકી જાય એવું ભોપાળુ થયુ છતું છે..

ગોંડલ કોટડા સાંગાણી રોડ ઉપર આવેલ સર્વે નં-૮,પૈકી એકર ૪-૦૮ ગુંઠા ની જમીન માં બીનખેતી થતા તેમાં રહેણાંક હેતુસર પ્લોટીંગ કરી રઘુવીર સોસાયટી નામે ઓળખાતી સોસાયટીમાં પ્લોટનં-૪૫,ની ૨૨૨-૫,ચો.વાર ૧૮૬-૫ ચો.મીટર જમીન નો રજી.દસ્તાવેજ સગીર શીતલબેન નાં વાલી દરજ્જે ખરીદનાર:-પ્રદીપભાઈ ભટ્ટ નાં નામે દ.નં:-૪૮૮.૧૯૯૨.ની સાલ માં ગોંડલની સબ રજીસ્ટ્રાર કચેરીમાં નોંધાયેલો જેમાં વેંચનાર :- રઘુવીરદાસ ગરીબદાસ ગોંડલીયા અને દસ્તાવેજ નોંધાવવા માટે વકીલ શ્રી.ડી.કે.પટેલ સાહેબની ઓફીસ દ્વારા નોંધાવવામાં આવ્યો હતો, જે દસ્તાવેજ માં સ્ટેમ્પ ખરીદ કર્યા અંગે જેમની સહી છે તે વકીલ શ્રી.ડી.કે.પટેલ સાહેબ નાં ભાઈ વકીલ શ્રી. આર.કે.પટેલ સાહેબ કે જેઓ ડી.કે.પટેલ સાહેબ સાથે એક જ ઓફીસમાં બેસી સાથે કામ કરી રહ્યા હતા તે દસ્તાવેજ નં :-૪૮૮,૩૨-ક, મુજબ ૨૦૧૫ ની સાલ સુધી સરકારી તિજોરી માં પડ્યો હતો, ફરી પાછો એજ.. ૪૫.નં નાં પ્લોટ નો રજી.દસ્તાવેજ ૧૯૯૬ની સાલ માં વનરાજસિંહ નરેન્દ્રસિંહ ઝાલા નાં નામે થયેલો છે જેમાં વેંચનાર તરીકે રઘુવીરદાસ ગરીબદાસ ગોંડલીયા અને દસ્તાવેજ નોંધાવી આપનાર વકીલ તરીકે ફરી પાછા એજ..ઓફીસ નાં વકીલ શ્રી આર.કે.પટેલ સાહેબનું નામ છે…

ત્યારબાદ એ ૨૨૨-૫,વાર પ્લોટની જગ્યા માંથી અડધો પ્લોટ:-૨૦૦૭ ની સાલ માં વનરાજસિંહ ઝાલા એ અન્ય વ્યક્તિને વેંચી નાંખેલ છે અને એ પ્લોટ ઉપર બે-બે મકાનો બનાવી નાંખેલ છે…

પ્રથમ દસ્તાવેજ વર્ષ ૨૦૧૫ માં ૩૨-ક,મુજબ સરકારી તિજોરી માંથી ઘટતી સ્ટેમ્પ ડ્યુટી અને પેનલ્ટી ની રકમ ભરી છુટ્ટો કરી ને ૨૦૧૭,ની સાલ માં વેંચાણ માટે મુકતા પ્રદીપભાઈ ભટ્ટ ને ખબર પડી કે તેનો પ્લોટ અન્ય ને વેંચી દેવાયો છે અને તેની ઉપર બે મકાનો ખડકી દેવામાં આવ્યા છે તો તે રઘુવીરદાસ પાસે જઈ ને પ્લોટ બાબતે વાત કરતા રઘુવીરદાસ એ તેને આશ્વાસન આપી બધું પતી જાશે તમે કાંઈ ચિંતા કરોમાં હું વકીલ સાહેબ સાથે વાત કરીને તમને કહું છું તેમ કહી પ્રદીપભાઈ ને ત્યાંથી વળાવી દીધા હતા..

ત્યારબાદ પ્રદીપભાઈ ભટ્ટ ને આ બાબતે વારંવાર રઘુવીરદાસે ધક્કા ખવડાવી અંતે તમારે જે થાય તે કરી લ્યો મારાથી કાંઈ થઈ શકે તેમ નથી તેવો તોછડો જવાબ આપી કાઢી મુકેલ…

ત્યારબાદ તા-૩૦-૧૧-૨૦૧૯ નાં રોજ સઘળી હકીકત જણાવી પ્રદીપભાઈ એ ગોંડલ સીટી.પો.સ્ટે.માં ત્રણ વ્યક્તિ વિરુદ્ધ અરજી કરેલ જે અરજી અનુસંધાને પોલીસે બધાને બોલાવી પુછતાછ કરતા રઘુવીરદાસ પ્રદીપભાઈ ભટ્ટ ને એજ સોસાયટીમાં અન્ય પ્લોટ આપવાની વાત કહી ફરિયાદ પરત ખેંચી લેવાનું જણાવેલ તે બાબતે પ્રદીપભાઈ તૈયાર થતા ચાર પાંચ દિવસ બાદ રઘુવીરદાસ એ ફરી થી પ્રદીપભાઈ ભટ્ટ ને પોતાના ઘરે બોલાવી પ્લોટ નાં બદલે પ્લોટની બજાર કિંમત મુજબ રોકડા રૂપિયા આપવાનું જણાવેલ જે બાબતે પ્રદીપભાઈ સહમત થયા હતા પરંતુ એક મહીના બાદ રઘુવીરદાસ સમાધાન બાબતે ફરી ગયેલા.. અને પ્રદીપભાઈ ને કહેલ કે તમારે જે કરવું હોય તે કરો તમારાથી આ બાબતે હવે કાંઈ નો થાય..તેવો ઉદ્ધત જવાબ આપેલો જેથી પ્રદીપભાઈ ભટ્ટ એ સઘળી હકીકત પોલીસ ને જણાવતા પોલીસે પ્રદીપભાઈ એ પોતાની ફરિયાદમાં જણાવેલા નામ પૈકી નાં એક જ રઘુવીરદાસ ગોંડલીયા વિરુદ્ધ Fir દાખલ કરેલી..

અત્રે ઉલ્લેખનીય છે કે..

(૧) આ કેસ માં રઘુવીરદાસ સ્ટેટ રિઝર્વ પોલીસ (SRP) માં ફરજ બજાવતા સરકારી કર્મચારી છે હાલ તેઓ નિવૃત અને પેન્શનર છે એક જ મિલ્કત નો બે-બે વ્યક્તિને દસ્તાવેજ કરી આપવા બાબતે તેની કાંઈ જવાબદારી ખરી..?

(૨) બન્ને રજી.દસ્તાવેજ કરાવી આપનાર બન્ને વકીલ બંધુ અને એકજ ઓફીસ માં સાથે બેસી કામ કરતા હતા તે વિદ્વાન વકીલ સાહેબ ની કાંઈ જવાબદારી હોય કે નહીં..?

(૩) એક દસ્તાવેજ સરકારી તિજોરીમાં હોવા છતાં તે મિલ્કત નો બીજો દસ્તાવેજ નોંધનાર સબ રજિસ્ટ્રાર ની કાંઈ જવાબદારી હોય કે નહીં.?

આ સમગ્ર બાબત પ્લોટ પચાવી પાડવા અંગે નું એક ચોક્કસ સડયંત્ર હોય જેથી દરેક જવાબદાર લોકો સામે લેન્ડ ગ્રેબીંગ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા અને પચાવી પાડેલ પ્લોટ ખાલી કરાવી ફરિયાદી ને સોંપી આપવા પ્રદીપભાઈ ભટ્ટ એ રાજકોટ કલેક્ટર શ્રી ને ફરિયાદ કરી છે..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here