આનંદાલય સંસ્થા ની સ્થાપના દિનની ઉજવણી પંચમહાલ જિલ્લામાં કરવામાં આવી.

0
18

પંચમહાલ

ચારિત્ર્ય દ્વારા રાષ્ટ્ર નિર્માણ કરવા સતત પ્રયત્નશીલ એવી સંસ્થા ” આનંદાલય” ની સ્થાપના ને આજે એક વર્ષ પૂર્ણ થતાં પંચમહાલ જિલ્લાના આનંદાલય ના કાર્યકર્તાઓ દ્વારા આજે આનંદાલય ની વર્ષગાંઠ ઉજવવામાં આવી હતી.આજે આનંદાલય ના કાર્યકર્તાઓ અદ્વૈત ના બગીચામાં એકઠા થઈ ઉજવણી કરી હતી. જેમાં બી.એડ. કોલેજના નુવૃત પ્રાધ્યાપક શ્રી જે.ઝેડ.પટેલ, શ્રી એ.સી.બારીઆ સાહેબ, આચાર્ય અને શિક્ષક મિત્રો ક્રિષ્નપાલસિંહ, મનીષ સોલંકી,હિતેશ શર્મા,તેજલ શર્મા,ચેતન પટેલ, વૈશાલી પુવાર અને ક્રિશ્ના પુવાર, જયદીપસિંહ પુવાર ઉપસ્થિત રહ્યા હતા…દરેકે પોતાના પરિચય સાથે કેળવણી અને સમાજ માટે ની પીડા વ્યક્ત કરી અને એ પીડાના નિવારણ માટે બે સંકલ્પ લઈ આજના દિવસને સંકલ્પ દિન તરીકે ઉજવ્યો હતો. આનંદાલય ની વિવિધ પ્રવૃતિઓ અને ચારિત્ર્ય નિર્માણ માટે આપણે શું કરી શકીએ એની ચર્ચા સાથે સમાજમાં આપણુ યોગદાન વિશેષ મહત્વ ધરાવે છે એવા નિષ્કર્ષ સાથે આનંદાલય ના સંકલ્પ દિન ને ઉજવવામાં આવ્યો હતો….આનંદાલય ના સંયોજક ભાઈજી એવા શ્રી અતુલ ઉનાગર દ્વારા પ્રેરણા અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.કેળવણી અને વર્તમાન સમસ્યાઓ માટે પીડા અનુભવતા સુજ્ઞજનો ને આનંદાલય માં જોડાવા આહવાન છે…

રીપોર્ટ…. જીતેન્દ્ર ઠાકર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here