આધેડ વયના પ્રેમી અને પ્રેમિકા સાથે મળી પ્રેમીકાના પતિની કરી હત્યા બેચર પટેલને ઘટના સ્થળે લઈ લાશ બહાર કાઢવાની કાર્યવાહી ચાણસ્મા પોલીસ દ્વારા હાથ ધરાઇ

0
108
ચાણસ્મા તાલુકાના મીઠીઘારીયાલ ગામે ત્રણેક માસ અગાઉ તા.૬/૨/૨૦૨૧ના રોજ અંજુબેન દશરથભાઈ પટેલ દ્વારા ગુમ થયાની જાણવા જોગ ચાણસ્મા પોલીસ મથકે કરવામાં આવી હતી. જ્યારે ત્રણ માસ સુધી દશરથભાઈ પટેલ કોઈ પત્તો ન મળતાં તેમના પિતરાઈ ભાઈ સુરેશભાઈ પટેલ દ્વારા પોતાના કાકી અંજૂબેન પટેલને તેમના કાકા વિશે પૂછતાં સંતોષકારક જવાબ ન આપતાં અને આ બાબતે વધારે મને પૂછવું નહીં એવું કહેતાં સુરેશભાઈ પટેલ તેમના કાકી અંજુબેન દ્વારા તેમના પતિ સાથે મળીને કદાચ હત્યા કરી શકે તેવી શંકા મજબૂત થતાં અને ચાણસ્મા પોલીસ દ્વારા પણ તેમના કાકાને ગુમ થયાની ત્રણ માસ થયા હોવા છતાં પણ સંતોષકારક તપાસ ન કરતાં મૃતક દશરથભાઈ ના પિતરાઈ ભાઈ સુરેશભાઈ દ્વારા હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવતાં અમદાવાદ હાઈકોર્ટ દ્વારા અંજુ બેન પટેલ બેચરભાઈ પટેલ અને ચાણસ્મા પોલીસ ને તા.૧૬/૬/૨૦૨૧ ના રોજ હાઇકોર્ટમાં હાજર રહેવા નોટિસ ની બજવણી કરવામાં આવતાં ચાણસ્મા પોલીસ અંજુબેન પટેલ અને બેચરભાઈ પટેલ ને ત્યાં પોલીસ મથકે લાવીને કડકાઈથી પૂછપરછ કરતાં બેચરભાઈ પટેલે તેમની પ્રેમિકા અંજુબેન પટેલ સાથે મળી દશરથભાઇ પટેલની કરપીણ હત્યા કરી લાશ ને આરોપીના ખેતરમાં હત્યા કરી દાટી દીધી હોવાનું કબુલાત કરતાં તા.૩૦/૫/૨૦૧ ના રોજ ચાણસ્મા મામલતદાર જે.ટી. રાવલ ની ઉપસ્થિતિમાં ખેતરોમાંથી મૃતકનું કંકાલ બહાર કાઢવામાં આવ્યું હતું. અને ચાણસ્મા પોલીસે ચાણસ્મા આરોગ્ય કેન્દ્ર ના તબીબી ડોક્ટર કલ્પેશ પટેલ નું પંચનામુ કરી પ્રેમી પંખીડાની હત્યાનો ગુનો દાખલ કરી હાલમાં તો જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે.
છેલ્લા ઘણા સમયથી અંજુ પટેલ અને બેચર પટેલ વચ્ચે પ્રણય સંબંધ હતો.તેથી મહિલા આરોપી ના પતિ દશરથ પટેલ નો કાંટો કાઢી નાંખ્યો હતો. આ ઘટના થી ચાણસ્મા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
ચાણસ્મા મામલતદાર શું કહે છે ?
ચાણસ્મા મામલતદાર જે.ટી.રાવલે જણાવ્યું હતું કે મીઠીઘારીયાલ ગામે પત્ની અને પ્રેમીએ મળી પતિની હત્યા કરી નાખ્યાની ઘટના પ્રકાશમાં આવતાં અને બંને આરોપીઓ દ્વારા હત્યા કરી આરોપી ના ખેતરમાં લાશ દાટી દીધા હોવાની કબૂલાત કરતાં એજ્યુકેટેડ મેજિસ્ટ્રેટની ઉપસ્થિત ના ભાગરૂપે મૃતકની લાશ બહાર કાઢવાની ઘટના સમયે ઉપસ્થિત રહ્યા હોવાનું મીડિયા સમક્ષ કરી હતી.
ચાણસ્મા પી.આઇ. શું કહે છે?
ચાણસ્મા પી.આઇ.શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ત્રણ માસ અગાઉ અંજુ બેન પટેલ દ્વારા પોતાના પતિ દશરથભાઈ પટેલ ગુમ થયા અંગેની જાણવા જોગ અરજી ચાણસ્મા પોલીસ મથકે દાખલ કરવામાં આવતાં જેની તપાસ ચાલુ હતી. તે દરમિયાન દશરથભાઈ પટેલના પરિવારજનો દ્વારા હાઇકોર્ટના દ્વાર ખખડાવતાં તા.૧૬/૬/૨૦૨૧ ના રોજ હાઇકોર્ટમાં આ કેસના સંદર્ભે હાજર રહેવા નોટિસ આપવામાં આવી હતી. પરંતુ ચાણસ્મા પોલીસે બેચરભાઈ પટેલ અને અંજુબેન પટેલની ચાણસ્મા પોલીસ મથકે લાવીને કડકાઈથી પૂછપરછ કરતાં બંને પ્રેમી પંખીડાં ભાગી પડી ને દશરથ પટેલ ની તેમને હત્યા કરી અને લાશ ને પોતાના ખેતરમાં દાટી દીધી હોવાનું કબુલાત કરતાં તાં.૩૦/૩/૨૦૨૧ ના રોજ ચાણસ્મા મામલતદાર ની ઉપસ્થિતમાં મૃતકનું નું કંકાલ બહાર કાઢવામાં આવ્યું હતું. અને બંને આરોપીઓ સામે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરાઈ હોવાનું મીડિયા સમક્ષ જણાવ્યું હતું.
હાઇકોર્ટમાં ન્યાય મેળવવા અરજી દાખલ કરનાર મૃતકના પિતરાઇ ભાઇ સુરેશ પટેલ શું કહે છે ?
મૃતકના પિતરાઇભાઇ સુરેશભાઇ પટેલે જણાવ્યું હતું કે અમારા કાકા ત્રણ માસ અગાઉ ગુમ થયા હતા અને જેની જાણવા જોગ ચાણસ્મા પોલીસ મથકે નોંધ કરવામાં આવી હતી. ત્રણ મહિના સુધી પોલીસ દ્વારા અમારા કાકા ની ભાળ મેળવવા માટે કોઈ સંતોષકારક તપાસ કરાવી ન હતી. અને અમારા કાકી અંજુ બેને કાંઇ પણ અમારા ઉપર ખોટા કેસો કરી દેવાની અને પોતે આત્મહત્યા થઈ જશે તેવી વારંવાર ધમકીઓ આપવામાં આવતાં અમને તેમના પર શંકા જતાં હાઇકોર્ટમાં ન્યાય મેળવવા માટે અરજી કરેલ અને જેને ધ્યાને લઇને હાઇકોર્ટે અંજુ બેન પટેલ બેચરભાઈ પટેલ અને ચાણસ્મા પોલીસને તા.૧૬/૬/૨૦૨૧ ના રોજ હાઇકોર્ટમાં આ કેસ બાબતે હાજર રહેવા નોટિસ ફટકારતાં ચાણસ્મા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. અને અંજુ પટેલ અને બેચર પટેલને પોલીસ મથકે લાવીને કડકાઈથી પૂછપરછ કરતાં છેવટે અમારા કાકાની હત્યા કરાઇ હોવાની કબૂલાત કરતાં અમારા પરિવાર પર દુઃખના ડુંગરો તૂટી પડયા હોવાનું જણાવ્યું હતું. પરંતુ અમોને ન્યાયતંત્ર પર વિશ્વાસ છે કે અમોને પુરેપુરો ન્યાય મળશે તેમ તેમણે જણાવ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here