આદિવાસી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ભિલોડા ખાતે આજે તા.25/1/2021 ના રોજ National voters’day 25 th January 2021 અંતર્ગત કાર્યક્ર્મનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોલેજના પ્રિન્સિપાલ શ્રી ડો. ડી. ડી. ચોબિસા સાહેબે જ્ઞાનસભર માહિતી આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. પ્રો. અતુલ શાહ સાહેબ તથા ડો. શૈલેષ પટેલે વિષય અંતર્ગત માહિતી આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. કૉલેજ પરિવારે હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. અંતે નોડલ ઓફિસર ડો. શૈલેષ પટેલે કાર્યક્રમનું સુંદર સંચાલન અને આયોજન કરી બધાનો આભાર વ્યક્ત કરી કાર્યક્ર્મને પૂર્ણ જાહેર કર્યો હતો.