આદિવાસી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ભિલોડા ખાતે આજે તા.૨૬-૦૧-૨૦૨૧ને મંગળવારના રોજ ૭૨મા ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી

0
58

આદિવાસી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ભિલોડા ખાતે આજે તા.૨૬-૦૧-૨૦૨૧ને મંગળવારના રોજ ૭૨મા ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અત્રેનીકોલેજમા સામુદાયિક સેવા ધારા અંતર્ગત કાર્યક્રમનું અયોજન કરવામા આવ્યું હતું. જેમાં કોલેજનાં આચાર્ય શ્રી ડૉ. ડી. ડી. ચોબિસા સાહેબના વરદહસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. તેમણે ગણતંત્રની પરિભાષા સમજાવી વિસ્તૃત જ્ઞાન સભર વ્યાખ્યાન આપ્યું હતું. પ્રો. અતુલ શાહ સાહેબે દેશની વર્તમાન પરિસ્થિતિ અંગે ચિતાર આપ્યો હતો.ડો.અમૃત કુંવરે લોકોની દેશ પ્રત્યેની ફરજો અંગે મનનીય વ્યાખ્યાન આપ્યું હતું.

એન. સી. સી. નાં કેડેટો અને એન.એસ.એસ.નાં સ્વયંસેવકો તથા વિદ્યાર્થીઓએ કાર્યક્ર્મમાં બહોળી સંખ્યામાં હાજર રહી ધ્વજ ને સલામી આપી, ભારત માં ની આહલેક લગાવી સૂત્રો ઉચ્ચાર કરી, દેશભક્તિ ગીતો ગાયા હતા, કાર્યક્રમમાં કોલેજના શ્રીમતી વીણાબેન, વિક્રમભાઈડામોર હાજર રહ્યાં હતા. એન.એસ.એસ. પોગ્રામ ઑફિસર ડો. સંજયભાઇ પરમાર સાહેબે કાર્યક્રમનું સુંદર સંચાલન કર્યુ હતું. અંતે ડો. શૈલેશ પટેલે પ્રસંગ ને અનુરૂપ વ્યાખ્યાન આપી બધાનો આભાર માની કાર્યક્રમને પૂરો થયેલ જાહેર કર્યો હતો.
કાર્યક્રમના આયોજકો:
NCC ANO Lt. ડો. શૈલેષ પટેલ, NSS પોગ્રામ ઑફિસર ડો. સંજયભાઇ પરમાર સાહેબ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here