આદર્શ વિદ્યાલય ખાતે “જ્ઞાન પિપાસાલય” ની શુભ શરૂઆત

0
13

આદર્શ વિદ્યાલય, વિસનગરમાં વિદ્યાર્થીઓ તથા સ્ટાફ મિત્રોના સહયોગથી શાળામાં બાળકો હરતા-ફરતા અને સરળતાથી વાંચન કરી જ્ઞાન પ્રાપ્ત કરે તથા વિદ્યાર્થીઓ/ સ્ટાફ મિત્રોના પરિવાર સુધી લાભ મળે તેવા ઉમદા હેતુસર શાળાના કેમ્પસમાં તારીખ 23/09/21 ના રોજ “જ્ઞાન પિપાસાલય” નો શુભારંભ કરવામાં આવેલ. જેમાં કોઈપણ પ્રકારનું રજીસ્ટેશન કરવાનું રહેશે નહીં, મુક્તપણે કોઈપણ પુસ્તક વાંચન માટે લઈ જઈ શકે છે. “જ્ઞાન પિપાસાલય “માં સાહિત્યના પુસ્તકો બાળવાર્તાઓ, વિજ્ઞાન, ગણિત-ગમ્મત , ઇતિહાસ, મહાપુરુષોની જીવન ઝરમર વગેર જેવા સમાજ નિર્માણ/રાષ્ટ્રનિર્માણ ને લગતું સાહિત્ય મૂકવામાં આવેલ છે.
બાળકોમાં રાષ્ટ્રભાવના, સામાજિક સમરસતા, વિનય, વિવેક નું સિંચન થાય તથા બાળકોને રુચિ અનુસાર વિવિધ વિષયોમાં બીજ રોપાય તેવા ઉમદા હેતુથી પુસ્તક પ્રેમી આચાર્યશ્રી તથા શાળાના શિક્ષક મિત્રોના હસ્તે “જ્ઞાનપિપાસાલય” ખુલ્લુ મુકવામાં આવ્યું. આદર્શ શૈક્ષણિક સંસ્થાના પ્રમુખશ્રી કે. કે. ચૌધરી સાહેબે વિદ્યાર્થીઓ તથા સ્ટાફ મિત્રોને ધન્યવાદ પાઠવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here