આત્મવલ્લભ હોસ્પિટલ ઇડરમાં ગ્રીન લેઝર મશીનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

0
6

વિશ્વ કલ્યાણ સોસાયટી સંચાલિત આત્મવલ્લભ હોસ્પિટલ ઈડરના નેત્ર વિભાગમાં આંખના પડદાને લગતા રોગોના નિદાન અને સારવાર માટે આશરે ૧ કરોડ ના ખર્ચે આધુનિકરણ કરવામાં આવ્યું. જે અંતર્ગત સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા અને સંસ્થાના ટ્રસ્ટી પીયૂષભાઈ કોઠારીના સહયોગ થકી અત્યંત આધુનિક એવું ગ્રીન લેઝર મશીન માટે દાન સાંપડ્યું. આ આધુનિક મશીનનો લોકાર્પણ કાર્યક્રમ 24 ડિસેમ્બર 2021 ને શુક્રવારના રોજ ઇડર આત્મવલ્લભ સંસ્થામાં યોજાયો હતો. જેમાં બેંકના અધિકારીઓ મીથીલેશકુમાર તથા સંજય અંબાસ્થા, સી ડી એમ ઓ ડૉ અજય મુલાણી, ઈડર પાંજરાપોળ પ્રમુખ પૃથ્વીરાજ પટેલ, ઈડર નગર પાલિકા પ્રમુખ જયસિંહ તંવર, દિલીપભાઈ શાહ, સંસ્થાના ટ્રસ્ટી કનુભાઈ શાહ સહિત ના મહાનુભાવો હાજર રહ્યા હતા.

સંસ્થાના પ્રમુખ
ડૉ. દિનેશ પરીખે સંસ્થા વિશે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું કે વર્ષ ૧૯૯૧ માં ભાડાના મકાનમાં અને ૧ ડોક્ટર તથા ૪-૫ સ્ટાફ મિત્રો સાથે
સંસ્થાની શરૂઆત થઈ હતી. જે આજે સમાજના તમામ વર્ગોના સાથ સહકાર, દાનવીરોના દાન તથા સરકારશ્રીની મદદથી આજે વિશાળ સંકુલમાં પરિણમી છે. સાથે સાથે સંસ્થા દ્વારા થતી સેવાકીય પ્રવૃત્તિઓનો આછો ચિતાર પણ રજૂ કર્યો હતો. સંસ્થા દર વર્ષે આશરે 3000 જેટલા મોતીયાના ઓપરેશન તદ્દન નિઃશુલ્ક કરે છે. સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓથી પ્રેરાઈને ટેક્નોક્રેટ સિસ્ટમ , અમદાવાદ ના દિલીપ શાહે સંસ્થા દ્વારા ચાલતી બ્લડ બેંકને ૧૧ લાખ જેટલી માતબર રકમનો ચેક અર્પણ કર્યો હતો. અને મોતીયાના ઓપરેશન માટે ૧ લાખ રૂપિયા પણ દાન આપ્યા હતા. તમામ મહાનુભાવો એ પોતાના વક્તવ્ય માં સંસ્થાની કામગીરીને બિરદાવી તેમજ ભવિષ્ય માં સંસ્થા માનવસેવા ના આવા ઉચ્ચ કર્યો કરતી રહે તેવી શુભેચ્છાઓ આપી હતી. સીડીએમો ડો અજય મુલાણી એ પોતાના વક્તવ્ય માં જણાવ્યું કે સમગ્ર રાજ્યમાં મોબાઈલ ડિસ્પેનસરી યુનિટ ચાલે છે જેમાં ઇડરની આત્મવલ્લભ હોસ્પિટલ દ્વારા ચાલતી મોબાઈલ ડિસ્પેનસરી સર્વ શ્રેષ્ઠ પુરવાર થઇ છે જે સંસ્થા અને તેના કર્મચારીઓ માટે ગૌરવની વાત છે.

ઇડર…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here