દાંતીવાડા…
સ.દાં. કૃ. યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્રારા સંકલિત ખેતી પધ્ધતિ અંતર્ગત લોદરા ગામ ખાતે ખેડૂત તાલીમ યોજાઈ
સરદાર કૃષિ નગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની સંકલિત ખેતી પધ્ધતિ સંશોધન કેન્દ્ર, સરદાર સ્મુતિ કેન્દ્ર ખાતે ચાલતી યોજનાં તથા આશ્રય સોશ્યલ વેલફેલ ફાઉડેશન પાટણ દ્રારા ગામ લોદરા તા. સાંતલપૂર ખાતે સંકલીત ખેતી પધ્ધતિ સંશોધન વિષય પર ખેડૂત તાલીમ યોજાઈ હતી.
ખેડૂત તાલીમ કાર્યક્રમ માં વૈજ્ઞાનિકો દ્રારા કિશન ગાર્ડન, એરોમેટિક પાકોની ખેતી પધ્ધતિ, આદર્શ પશુપાલન, બાયોગેસ, તેમજ સંપૂર્ણ સંકલિત ખેતી પધ્ધતિ મોડલ વિષય પર માહિતી આપી હતી. તેમજ કાર્યક્ર્મમાં ઉપસ્થિત ખેડૂતભાઈઓ, બહેનો તેમજ વિષય નિષ્ણાતો સાથે પરામર્શ કરી પોતાનું પ્રશ્નોનું ખુબ સારી રીતે છણાવટ કરી હતી. અને અંત માં લોદરા ગામના પ્રગતિશીલ ખેડુત ના ફાર્મ ખાતે બનાવેલ પલ્માંરોઝા તથા લેમન ગ્રાસ માંથી ઓઇલ બનાવવા પ્લાન્ટ ની મુલાકાત લઇને ખેડૂત તાલીમ કાર્યક્રમને પૂર્ણ કર્યો હતો.