આજ રોજ ૫મી જૂન ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિતે ભારત વિકાસ પરિષદ ચાણસ્મા શાખા દ્વારા ચાણસ્મા ગોગા મહારાજના મંદિરની બાજુમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો

0
84

જેમાં મામલતદારશ્રી જે.ટી.રાવલ સાહેબ, રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી વિજયભાઈ, ચાણસ્મા કોમર્શિયલ કો.ઓપ.બેન્કના પ્રમુખશ્રી નિલેશભાઈ પટેલ (બકાભાઈ), ચાણસ્મા નગરપાલિકાના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પટેલ અને ઉપપ્રમુખ શ્રી વિષ્ણુભાઈ પટેલ (ભગત) તથા ભારત વિકાસ પરિષદ ચાણસ્મા શાખાના પ્રમુખશ્રી પશાભાઈ પટેલ (ડેવિડ), મુકેશભાઈ પટેલ (એમ.બી), ,બાહુલભાઈ સથવારા, દિપકભાઈ પટેલ, નવિનભાઇ પટેલ,જૈલશભાઈ સથવારા તથા અન્ય હોદ્દેદારોની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો.જેમા મામલતદારશ્રી દ્વારા ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ અંતર્ગત વૃક્ષએ પર્યાવરણનું અભિન્ન અંગ છે અને તેના મહત્વ વિશે માહિતી તેમના માર્મિક પ્રવચનમાં આપેલ.ત્યારબાદ મુકેશભાઈ પટેલ દ્વારા ઉપસ્થિત સર્વે મહાનુભાવોનો આમંત્રણને માન આપીને ઉપસ્થિત રહેવા બદલ સર્વેનો આભાર વ્યક્ત કર્યો હતો.
રીપોટર.કમલેશ પટેલ પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here