આજરોજ તા ૧૦ જુનના શ્રી લોહાણા મહાપરિષદ ના કચ્છ ઝોનના પ્રમુખશ્રી કે. સી. ઠકકરે , પોતાના વતનના ગામ જંગી તા. ભચાઉ – મધ્યે જંગી સામખીયાલી રોડ પર આવેલી પ્રાથમિક કુમાર શાળા મા વૃક્ષારોપણ કરી ઉજવ્યો હતો

0
26

આજરોજ તા ૧૦ જુનના શ્રી લોહાણા મહાપરિષદ ના કચ્છ ઝોનના પ્રમુખશ્રી કે. સી. ઠકકરે , પોતાના વતનના ગામ જંગી તા. ભચાઉ – મધ્યે જંગી સામખીયાલી રોડ પર આવેલી પ્રાથમિક કુમાર શાળા મા વૃક્ષારોપણ કરી ઉજવ્યો હતો તેઓ છેલ્લા આઠ વર્ષોથી પોતાનો જન્મ દિવસ વૃક્ષારોપણ કરી ઉજવે છે.
આ પર્યાવરણ અને શિક્ષણ પ્રેમી દ્વારા વર્ષોથી પોતાના ગામ જંગીની તમામ સ્કુલોમાં ભચાઉ તાલુકાની વિવિધ સ્કુલો સાથે સમગ્ર કચ્છના લોહાણા મહાજનો માં પણ શિક્ષણ માટે પોતાનું યોગદાન આપતા રહે છે તો સામખયારી માં નિરાધાર બાળકો માટેના માવતર ઘરમાં પણ કાયમી માટે દુધ આ દાતા તરફથી પુરૂં પડાય છે અને જરૂરત પ્રમાણે ખુટતું રાશન પણ ભરાવી આપે છે. હાલે આ દાતા દ્વારા પોતાના ગામ જંગી ખાતે રૂપિયા સાડા બાર લાખના ખર્ચે પોતાના માતા પિતાની સ્મૃતિમાં મેકરણ દ્વાર (ગેટ) બનાવવા નું કામ ચાલુ છે અને આ દ્વાર બની ગયા બાદ પ્રાથમિક કુમાર શાળાનો દ્વાર પણ તેઓ બનાવી આપવાના છે.
આજરોજ તેમના જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણ વખતે જંગી મેકરણ દાદા અખાડા ના મહંત શ્રી પુજય વેલજીડાડા , અખિલ કચ્છ રધુવંશી સોશ્યલ ગ્રુપ ના પ્રમુખશ્રી પંકજભાઈ માણેક , જંગી ગામ ના સરપંચ શ્રી રણછોડભાઈ પટેલ, રાપર લોહાણા મહાજન ના પ્રમુખ શ્રી રાજેશભાઈ ચંદે, ભચાઉ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી ભરતભાઈ પુજારા, મંત્રી અશ્વિનભાઇ અનમ, ભચાઉ નગરપાલિકા ના કાઉન્સિલર ભચાઉ લોહાણા મહિલા મંડળ ના પ્રમુખ શુસિલાબેન અનમ, ગાધીધામ વાગડ લોહાણા રધુવંશી પરિવારના પ્રમુખશ્રી ધીરૂભાઈ રતાણી, ભચાઉ  તાલુકા લોહાણા મહાજનના પ્રમુખ શ્રી ઈશ્વરલાલ પુજારા, સામખીયાલી લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રમેશભાઈ ગંધા, ભચાઉ લોહાણા મહાજનના પુર્વપ્રમુખ શ્રી લખમશીભાઈ, રાપર લોહાણા મહાજનના પુર્વ પ્રમુખશ્રી અને LMP ના રાપર ભચાઉ રીઝીઅનના પ્રમુખ શ્રી મુકેશભાઈ, LMP કચ્છ ઝોનના મંત્રી શ્રી શામજીભાઈ સચદે, રાપર ભચાઉ રીઝીઅન ના મંત્રી શ્રી ધીરુભાઈ, LMP પ્રર્યાવરણ સમિતિ કચ્છ ઝોનના પ્રમુખ શ્રી ભરતભાઈ રાજદે, ગાધીધામ અંજાર રીઝીઅન, પર્યાવરણના પ્રમુખ શ્રી પ્રવિણભાઈ હાલાણી, મંત્રી શ્રી હિતેશભાઈ સચદે , રાપર ભચાઉ રીઝીઅન પર્યાવરણ ના પ્રમુખ શ્રી શૈલેષભાઇ, મંત્રી શ્રી રાજેશભાઈ, સામખીયાલી લોહાણા મહાજનના અગ્રણી દિનેશભાઈ ગંધા , અગ્રણી અને પત્રકાર શ્રી ધનસુખભાઈ રાચ્છ, યુવા અગ્રણી નિલેશભાઈ, પુર્વ રેન્જ ફોરેસ્ટ ઓફીસર શ્રી વજેરામ   રાજગોર, પ્રાથમિક કુમાર શાળા ના મુખ્ય શિક્ષણ શ્રી ભરતભાઈ તથા જંગી ગામના શિક્ષણ ગણ, ગાધીધામ થી અમરશીભાઇ સુથાર, જંગી ગામના તલાટી શ્રી, કમાભાઈ ગાંગાભાઈ ચાવડા, હિરાલાલ સોની , પ્રેમજીભાઈ , મોહનભાઈ , અંબારામભાઈ, પ્રવેશ ગેટના કોન્ટ્રાકટર રવજીભાઈ, વિનુભાઈ, શાળાના ગેટના કોનટ્રાકટર મયુરભાઈ, કે. સી. ઠકકર પરિવાર ના મોહનભાઈ, ગીતાબેન, જયશ્રીબેન, રૂદ્ર , વિપશ્યના તેમજ ગ્રામજનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. અવારનવાર જંગી ગામ તથા સ્કુલ ને ઉપયોગી થવા બદલ સરપંચ શ્રી રણછોડભાઈ તથા આચાર્ય ભરતભાઇ દ્વારા કે. સી ઠક્કર ને સાલ ઓઢાડી સન્માન કરી આભાર વ્યક્ત કર્યો હતો. તો જંગી અખાડાના મહંત શ્રી વાલજીડાડા એ હમેશાં તમારા હાથે સત્કાર્યો થતા રહે તેવી શુભેચ્છા સાથે આશીર્વાદ પાઠવ્યા હતા. તેવું ધનસુખ ઠકરે જણાવ્યું હતું.

રિપોર્ટ. દિપક આહીર
ભચાઉ કચ્છ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here