આકડીયા મહાદેવ જગ્યા ખાતે લાખાપર વઇ પ્રાથરીયા આહીર સમાજની બેઠક યોજાઈ

0
6

તસ્વીર :એહવાલ -દિપક આહીર

અંજાર તાલુકાના લાખાપર ખાતે આકડીયા મહાદેવ ની જગ્યમાં પ્રાથરીયા આહીર સમાજ ની લાખાપર વઇ ની બેઠક મળી હતી. જેમાં લાખાપર વઇ ના પ્રાથરીયા આહીર સમાજ વઇ પ્રમુખ કાનાભાઇ મેસૂર માતા ની આગેવાની હેઠળ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં લાખાપર વઇ ના સમાજના બંધારણ ને સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા હતા. અને સૌએ સમાજના બંધારણીય નિયમ જાળવા સહમતી દર્સાવી હતી. બેઠક માં લાખાપર વઇ ના આહીર સમાજના આગેવાનો તેમજ યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.બેઠકમાં સમાજના રીત રિવાજ સમાજ ના બંધારણ બાબતે ચર્ચા કરાઈ હતી. જે સમાજ હિત બાબતે સર્વાનુમતે સૌ આગેવાનો એ સામાજિક નિર્ણય લેવાયા હતા. વઇ માં આવતા ગામ જેમાં લાખાપર. સતાપર.લુણવા.મીઠા પસવારીયા.હીરાપર.મૉડસર. કોટડા. ચાંદ્રાણી. ટપ્પર. પશુડા.મોરગર.અમરાપર. કુંજીસર.સહીત ગામો લાખાપર વઇ હેઠળ આવતા ગામો ના આગેવોનો આજની બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમજ દરેક ગામની ગ્રામ સિમિતિના સભ્યો હાજર રહ્યા હતા. આજની બેઠકમાં શામજીભાઈ ભુરાભાઇ ડાંગર એ સામાજિક વિચારો રજુ કરાયા હતા.લાખાપર વઇ ના મંત્રી જખરાભાઈ કરસન કેરાસિયા એ આવેલા તમાનું સ્બ્દોહિક સ્વાગત તેમજ આભાર વિધિ કરી હતી.બેઠક ના સમાપન થયા બાદ સૌ એ ભોજન સાથે લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here