આંબા પ્રાથમિક શાળામાં શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ મેળવનાર શિક્ષક નો સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો.

0
11

આજ રોજ તા. ૦૭/૦૯/૨૦૨૧ ને મંગળવાર નાં રોજ લીમખેડા તાલુકાના સી.આર.સી.બાર માં આવેલી આંબા મુખ્ય પ્રાથમિક શાળામાં શાળાનાં શિક્ષક તથા તાલુકા કક્ષા નો જેમને શ્રેષ્ઠ શિક્ષક નો એવોર્ડ મળ્યો છે, તેવાં ભદ્રેશભાઈ સથવારા નો સન્માન સમારંભ કાર્યક્રમ લીમખેડા તાલુકા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ નાં મંત્રી શનુભાઈ ભાભોર ની અધ્યક્ષતા માં યોજાયો હતો. ૫ મી સપ્ટેમ્બર ને શિક્ષકદિન નાં રોજ જિલ્લામાં આયોજીત કાર્યક્રમમાં તાલુકા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક નો એવોર્ડ મેળવનાર શાળાનાં શિક્ષક ભદ્રેશભાઈ સથવારા નો સન્માન સમારંભ કાર્યક્રમ નું આયોજન શાળા પરિવાર આંબા તથા શાળાનાં આચાર્યશ્રી સુનિલભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આમંત્રિત સૌ મહેમાનો એ ભદ્રેશભાઈ સથવારા ને શાલ ઓઢાડી, પુષ્પગુચ્છ આપી, ફૂલહાર પહેરાવી સન્માન કર્યું હતું. સી.આર.સી. મેહુલભાઈ ચૌધરી એ પ્રાસંગિક ઉદ્દબોધન માં શ્રેષ્ઠ શિક્ષકે કરેલી સેવાકીય પ્રવૃત્તિઓ વિશે તથા તેમને મળેલ એવોર્ડ રાશિ ૫૦૦૦/ સેવા પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ બાર ને સમર્પિત કરવા બદલ અભિનંદન સાથે ભવિષ્ય માટે હાર્દિક શુભેચ્છા પાઠવી હતી. મંત્રી શનુભાઈ તથા રાજ્ય કારોબારી સભ્ય દેશિંગભાઈ તડવી એ પણ પોતાના વક્તવ્યમાં શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ મેળવનાર ભદ્રેશભાઈ ને અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી. આજના આ કાર્યક્રમ માં શૈક્ષિક મહાસંઘ લીમખેડા નાં મંત્રી-શ્રી શનુભાઈભાભોર, રાજ્ય કારોબારી સભ્ય – દેશિંગભાઈ તડવી, તાલુકા મહિલા ઉપાધ્યક્ષ – કામીનાબેન પટેલ, મીડિયા સંયોજક – ફતેસિંહ બારીઆ, સી.આર.સી.મેહુલભાઈ ચૌધરી, ગામનાં સરપંચ, માજી સરપંચ, SMC નાં અધ્યક્ષ, SMC નાં સભ્યો, ગામનાં વડીલ આગેવાનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ:- મુનિન્દ્ર પટેલ દાહોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here