અલુવા પ્રાથમિક શાળામા નવરાત્રીની ઉજવણી કરાઈ.

0
13

નવરાત્રીના દિવસોમાં નવરાત્રીની ઉજવણી ઠેર ઠેર જોવા મળી રહી છે. ત્યારે ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના અલુવા ગામની પ્રાથમિક શાળામાં બીજા નોરતે બાળકોએ શાળામાં ગરબાની ખૂબ ધૂમ મચાવી હતી. શાળાના શિક્ષકો અને શિક્ષિકાઓએ ગરબે રમવાનો ખૂબ આનંદ માણ્યો હતો.
અલુવા ગામની પ્રાથમીક શાળામાં છેલ્લા દસ વર્ષથી નવરાત્રીનો મહોત્સવ ઉજવવામાં આવે છે. ત્યારે ધોરણ ૧થી ૭ સુધીના બાળકોએ માં જગદંબાના ગરબા મહોત્સવમાં ભાગ લીધો હતો. જેમાં શાળા ના ભાઈ ઓ બહેનો એ ટ્રેડિશનલ ડ્રેસ મા પ્રાચીન અર્વાચીન રસ ગરબાની રમઝટ બોલાવી હતી
અલુવા પ્રાથમિક શાળાના આચાર્ય પ્રણવ કુમારે જણાવ્યું હતું કે, ભારતીય પ્રજા ઉત્સવ પ્રિય છે. અને રાસ-ગરબા દ્વારા બાળકોમાં સાંકૃતિક મૂલ્યોનું સિંચન કરવા અલુવા શાળામાં નવરાત્રી મહોત્સવ ઉજવાયો હતો. અલુવા પ્રાથમિક શાળામાં નવરાત્રી મહોત્સવની રંગારંગ ઉજવણી કરવામાં આવી….જેમાં બાળકો અને શિક્ષકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને ગરબાની રમઝટ બોલાવી…ઉત્સાહી શાળા પરિવાર દ્વારા બાળકો ને પ્રસાદીરૂપે ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું
આભાર – નિહારીકા રવિયા
આભાર – નિહારીકા રવિયા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here