અરવલ્લી : ડેમાઈ ખાતે સોમનાથ મહાદેવ ખાતે પરણિત મહિલાઓએ વ્રત સાવિત્રીની કરી ઉજવણી

0
27

આજે જેઠ મહિનાની પૂનમના દિવસે સમગ્ર ગુજરાત માં વટ સાવિત્રીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે પરિણીત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખે છે અને વડના ઝાડની પૂજા કરે છે. ત્યારે અરવલ્લી જિલ્લાના બાયડના ડેમાઈ ગામ ખાતે આવેલ સોમનાથ મહાદેવ ખાતે પરણિત મહિલાઓ દ્વારા વટ સાવિત્રી ના પર્વ ની ઉજવણી કરી હતી..ધાર્મિક માન્યતા અનુસાર સાવિત્રીના પતિ સત્યવાનને વડનાં ઝાડ નીચે જીવનદાન મળ્યું હતું.તેથી આ વ્રતમાં વડનાં ઝાડની પૂજા કરવામાં આવે છે અને તેમાં સુતર બાંધવામાં આવે છે.ધાર્મિક દંતકથા અનુસાર, આજના દિવસે સાવિત્રીએ પોતાના પતિનો જીવ યમરાજથી બચાવ્યો હતો અને પુત્ર મેળવવા અને તેના સાસરાનું રાજ્ય પાછું મેળવવા માટે તેમની પાસેથી વરદાન પણ મેળવ્યું હતું. તેથી, સ્ત્રીઓ આ ઉપવાસ તેમના પતિની દીર્ધાયુષ્ય અને સંતાન મેળવવા માટે કરે છે. આ સાથે એવું માનવામાં આવે છે કે આ વ્રતનું કરવાથી સુખ અને સમૃદ્ધિ મળે છે.

રિપોર્ટર :હર્ષ પંડયા
અરવલ્લી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here